Mission Admission 02Mission Admission : 02
 
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ ગુજરાત રાજયની કૃષિ યુનિવર્સીટીઓમાં વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. જેમાં કૃષિ સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી વિદ્યાર્થીઓ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો માં ડિગ્રી મેળવી શકે છે. આ કોલેજોમાં બી.એસ.સી. (ઓનર્સ) અગ્રીકલ્ચર, બી.એસ.સી. (ઓનર્સ) હોર્ટીકલ્ચર, બી.એસ.સી. (ઓનર્સ) ફોરેસ્ટ્રી, બી.એફ.એસ.સી., બી.ટેક. (બાયોટેકનોલોજી) જેવાં અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. આ ઉપરાંત બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ હસબન્ડરી નો કોર્ષ પણ ઉપલબ્ધ છે.
ગુજરાત રાજ્યમાં કૃષિ અને તેણે સંલગ્ન વિષયો પશુપાલન, ડેરી તથા ફીશરીઝ ક્ષેત્રોમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ માટે રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત યુનિવર્સીટીઓ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કાર્યરત છે. ગુજરાત રાજ્યની કોઈ પણ ખાનગી સંસ્થા કૃષિ અને તેણે સંલગ્ન વિષયોમાં કોઈ પણ અભ્યાસક્રમ રાજ્ય સરકાર અથવા જે તે વિસ્તારમાં કાર્યરત કૃષિ યુનિવર્સીટીઓની પરવાનગી વગર શરુ કરી શકે નહી.
ખાનગી યુનિવર્સીટીઓ કે સંસ્થાઓ દ્વારા શરુ કરાતા નવા અભ્યાસક્રમો સંદર્ભે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં લઇ સંસ્થા તથા અભ્યાસક્રમની નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત, અમદાવાદ તથા રાજ્ય સરકારે સ્થાપેલ કૃષિ યુનિ.ઓનો સંપર્ક કરવાથી આવા ખાનગી સંસ્થાઓના અભ્યાસક્રમોની ખરાઈ કરી શકાશે.
કૃષિ અને તેણે સલગ્ન વિષયોની માહિતી માટેની વેબસાઈટ જોવા અહી ક્લિક કરો
વિવિધ અભ્યાસક્રમોની માહિતી આપણી પુસ્તિકા : ડાઉનલોડ કરો
Mission Admission : 01 પોસ્ટ જોવા અહી ક્લિક કરો