Mother Name



શૈક્ષણિક દસ્તાવેજોમાં માતાનું નામ
વિષય: શૈક્ષણિક દસ્તાવેજોમાં માતાનું નામ ઉમેરવા બાબત
પરિપત્ર કરનાર: શ્રી બચુભાઈ નાયી સાહેબ
હોદ્દો : ઉપસચિવ, શિક્ષણ વિભાગ
કચેરી : ગુજરાત સરકાર, શિક્ષણવિભાગ, સચિવાલય, ગાંધીનગર
રાજ્યની પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક રેકર્ડ જેવાં કે પ્રવેશ ફોર્મ, ગુણ પત્રકો, વગેરેમાં માતા-પિતા બન્નેના નામ લખવા બાબતે આમુખ ક્રમાંક-(૨)માં દર્શાવેલા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના તા: ૧૫-૦૪-૧૯૯૮ના પત્રથી સૂચનાઓ આપવામાં આવી છે. તેના અનુસંધાને હાલ જેમ બાળકની પાછળ પિતાનું નામ લખાય છે તેમ માતાનું નામ લખવા અંગેની બાબત સરકારશ્રીની વિચારના હેઠળ હતી. આ બાબતે કાળજી પૂર્વકની વિચારણા બાદ એમ ઠરાવવામાં આવ્યું છે કે જો બાળકના નામની પાછળ તેના વાલી તરીકે માતાનું નામ લખવા માંગણી કરવામાં આવે તો માતાનું નામ લખવાનું રહેશે. અને આવા કિસ્સામાં તેના પિતાનું નામ લખવાનું રહેશે નહી.
આ માટેનો ગુજરાત સરકારનો પરિપત્ર : ડાઉનલોડ કરો