Board Rechecking Process



બોર્ડ રિચેકિંગ પ્રક્રિયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર દ્વારા બોર્ડ પરીક્ષાનું પરિણામ પ્રકાશિત થાય એટલે વિદ્યાર્થી, વાલીની સાથે સાથે શિક્ષકોમાં પણ પરિણામ બાબતે થોડો ઘણો અસંતોષ જોવા મળતો હોય છે. જેના સમાધાન માટે શિક્ષણ વિભાગ દ્વારા ત્રણ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે:
૦૧. ગુણ ચકાસણી
૦૨. ઉત્તરવહી નિદર્શન
૦૩. OMR શીટની નકલ
આ ત્રણ વિકલ્પોમાંથી અત્યાર સુધી પહેલો વિકલ્પ જ જાણીતો હતો જેને ‘Rechecking’ કહેવામાં આવે છે. પરંતુ અમારા મત મુજબ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ‘ઉત્તરવહી નિદર્શન’નો છે કારણ કે તેના માટે વિદ્યાર્થીને ગાંધીનગર બોલાવાવામાં આવે છે અને તેમની ઉત્તરવહી વ્યક્તિગત બતાવવામાં આવે છે. પોતાની શંકાનું સમાધાન કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.
આ ત્રણેય બાબતો માટેનું ફોર્મ કઈ રીતે ભરવું તેના માટેની પ્રેક્ટીકલ માહિતી આપતો વિડીયો અમે બનાવ્યો છે.
ક્રમ
પરિપત્ર/ફોર્મ
લીંક
૦૧
રિચેકિંગનું ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરાય
૦૨
સરકાર દ્વારા પ્રકાશિત પરિપત્ર
૦૩
બોર્ડ દ્વારા પરિણામની જાહેરાતનો પરિપત્ર
૦૪
બે વિષયની પુનઃ પરીક્ષાનો પરિપત્ર
૦૫
અગત્યની સામાન્ય સભાનો પરિપત્ર
૦૬
GujCETની ઓફિસીઅલ આન્સર કી
૦૭
બોર્ડ દ્વારા પ્રકાશિત ઓફિસીઅલ આન્સર કી
ડાઉનલોડ કરો
૦૮


૦૯


૧૦


ખાસ નોંધ: શક્ય હોય તેટલાં દસ્તાવેજો સાથે લઇને જ જવા. સમય અને રૂપિયા ખર્ચીને જઈએ અને કોઈ એક કાગળના લીધે કામ અટકે એવું ના બને....
પ્લાસ્ટિકની પ્રોજેક્ટ ફાઈલ (૫-૧૦ રૂપિયાવાળી)માં ઉપરની તમામ બાબતોની પ્રિન્ટ લઇ જવી જેથી કોઇપણ બાબતે આપણે પાછા નહી પાડીએ.