Navratri Vacation 2019નવરાત્રી વેકેશન ૨૦૧૯
રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦માં પણ નવરાત્રી વેકેશન આપવાનો નિર્ણય કરતાં શાળા, કોલેજો અને યુનીવરસીટીઓમાં ૩૦ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધી વેકેશન રહેશે. સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી, ખાનગી, પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓને લાગુ પડશે.
ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ સમક્ષ અગાઉ નવરાત્રીનું વેકેશન રદ કરવા અંગેની દરખાસ્ત આવી હતી તેના આધારે શિક્ષણ સમિતિ દ્વારા વેકેશન રદ્દ કરવા અંગે સરકારને ભલામણ કરવામાં આવી હતી. જો કે ઉચ્ચ સ્તરે બેઠક પછી વેકેશન યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે.
ગત વર્ષે સેંકડો શાળાઓ અને વાલીઓ દ્વારા વેકેશનનો વિરોધ કરાયો હતો ત્યારે આ વખતે વેકેશન પુનઃ ચાલુ રાખવાના નિર્ણયનો વિવાદ થાય છે કે નહી અને કેવા પ્રત્યાઘાત મળે છે તે જોવાનું રહેશે. શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બનવવામાં નવરાત્રી વેકેશનના કારણે અડચણ ઉભી થાય છે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે અંતિમ નિર્ણય લેવા બોર્ડના ચેરમેન એ.જે.શાહ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે બેઠક યોજશે તેવું પણ નક્કી કરાયું હતું. જો કે સમિતિનો વેકેશન રદ્દ કરવાનો નિર્ણય સરકારે નકારી દીધો છે.
સંપૂર્ણ ન્યુઝ રીપોર્ટ વાંચો: ન્યુઝ રીપોર્ટ ૧ // ન્યુઝ રીપોર્ટ ૨
ઓફિસીયલ અખબારી યાદી જોવા અહી ક્લિક કરો