Operation Tuition Classes



ઓપરેશન ‘ટ્યુશન ક્લાસીસ’
      
બાળકોની સુરક્ષાને ધ્યાને લઈને રાજ્ય સરકારે પોલીસની મંજૂરી અને ફાયર સેફ્ટી ચકાસણીનું ફાયર વિભાગનું સર્ટી હશે તો જ ટ્યુશન ક્લાસ ચાલુ રહેશે તેવો નિર્ણય લીધો છે. શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં રૂબરૂ જઈને ખાતરી કરવાની પોલીસ કમિશનરની સુચના બાદ ૬૦૦ જેટલાં ક્લાસીસ બંધ કરાવવામાં આવ્યા તેમજ બીજાની તપાસ ચાલી રહી છે. પોલીસ, એ.એમ.સી. અને શિક્ષણ વિભાગની મીટીંગ પણ યોજાઈ હતી. જેમાં એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં ખાલી ટ્યુશન ક્લાસીસ જ એક હાજર જેટલાં, આ સિવાય ડાન્સ, સ્પીકિંગ કોર્ષ, અધર એક્ટીવીટી સહિતના અનેક ક્લાસીસ ધમધમી રહ્યા છે.
       પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનને વિસ્તારમાં ચાલતા ટ્યુશન, ડાન્સ, અને વેકેશન એક્ટીવીટીના ક્લાસીસ કે જેમાં બાળકો અભ્યાસ કરતાં હોય તેવા તમામ ક્લાસીસ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની સુચના અપાઈ છે. આ ઉપરાંત ક્લાસીસમાં ફાયર સેફ્ટી અંગેના પૂરતા સાધનો છે કે કેમ? તેનું ફાયર વિભાગ તરફથી ઇન્સ્પેકશન થયેલું છે કે કેમ, અને ફાયર સેફ્ટી ચકાસણી અંગેનું પ્રમાણપત્ર મેળવેલ છે કે કેમ? તે અંગેની સચોટ તપાસ જગ્યા પર જઈને ખાત્રી કરીને ક્લાસીસને ચાલુ કરાવવાનો હુકમ કર્યો છે. સોર્સ સંદેશ ન્યુઝ પેપર
ક્રમ
સમાચાર હેડલાઈન
લીંક
૦૧
કાયદો વર્ષોથી છે, ઘટના બાદ તંત્ર જાગે તે ખોટું છે.
૦૨
AMCની સલાહ: ટ્યુશનમાં મોકલતાં પહેલાં સેફ્ટી ચકાસો
૦૩
જાહેરનામાનો ભંગ કરે તો માત્ર રૂ. ૨૦૦/-નો દંડ
૦૪
પો.કમિશનરના આદેશ બાદ સપાટો: ૭૩૦ ક્લાસીસને નોટીસ
૦૫
શહેરમાં ૧૦,૦૦૦થી વધુ ક્લાસીસ
૦૬
પ્રાઇવેટ ટ્યુશનની જરૂર કેમ?
૦૭
પોલીસની મંજૂરી અને ફાયર NOC હશે તો ક્લાસ ચાલશે
૦૮
AMC એ ૧૪૫૬ ક્લાસીસને નોટીસ મોકલી
૦૯
ફાયર સેફ્ટી વિનાના મોલ સીલ થશે-કલેકટર
૧૦
SMC દ્વારા ૯૬૬ ક્લાસીસને નોટીસ

સુરત ક્લાસીસમાં આગ હોનારતને અમારી શ્રદ્ધાંજલિ : વિડીઓ અચૂક જુઓ