School Safety Rules
શાળા સલામતી નિયમો
પરિપત્ર કરનાર : S.P.E. સાહેબશ્રી
હોદ્દો : સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર
કચેરી : એસ.એસ.એ., ગાંધીનગર
રાજ્યમાં ટૂંક સમયમાં ચોમાસાની
ઋતુનું આગમન થશે. ચોમાસા દરમ્યાન શાળામાં કોઈ દુર્ઘટના ના ઘટે તેમજ સ્કુલ સેફ્ટી
અંગે પણ તકેદારી રાખવા માટે આવશ્યક સાવચેતીના પગલાં અગાઉથી ભરવા જરૂરી બને છે.
જેથી આપના જિલ્લામાં આવેલ તમામ શાળાઓ/કેજબીવી/હોસ્ટેલ વગેરેને ચોમાસાની ઋતુની
શરૂઆત પહેલા જરૂરી તૈયારી કરવા અને સ્કુલ સેફ્ટી અંગે તકેદારી રાખવા માટે
સાવચેતીના પગલાં લેવા તમામ શાળાના આચાર્યશ્રીઓને લેખિતમાં સુચના આપશો.
કુલ ૨૮ (અંકે અઠ્ઠાવીસ) જેટલી
સૂચનાઓ છે.
૦૧. છત કે ધાબા પર આવેલ વોટર
સ્પાઉટ ચોમાસા પહેલા અને ચોમાસામાં સમયાંતરે સાફ કરાવવા.
૦૨. ધાબા કે છત ઉપર રહેલા જૂના
ફર્નીચર કે અન્ય સામાનને યોગ્ય સ્થળે ખસેડવા.
૦૩. શાળા મેદાનમાં આવેલ નમી ગયેલા
કે તૂટી પડવાની તૈયારીમાં હોય તેવા વ્રુક્ષોની ડાળીઓ/વ્રુક્ષોને દૂર કરવા.
૦૪. શાળામાં જો ઇલેક્ટ્રિક વાયર
ખુલ્લા હોય કે અર્થીંગ પ્રોબેલ્મ હોય તો તુર્તજ એસ.એમ.સી. દ્વારા રીપેરીંગ કરાવવા.
ટેકનીકલી જરૂરી હોય તેવા MCB/ELCB વગેરે લગાવવા.
૦૫. ચોમાસાની સીઝન દરમ્યાન
આચાર્યશ્રી, તથા શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની પૂર્વ મંજૂરી વિના
હેડક્વાર્ટર છોડવું નહી..
આ પ્રકારની ૨૮ જેટલી સુચના છે જે
નીચેના પરિપત્રમાંથી મળી રહેશે.
ઓફિસીઅલ પરિપત્ર : ડાઉનલોડ કરો