True Copy Rules



True Copy Rules
પરિપત્ર કરનાર : શ્રી આર.એ.ચાવડા
હોદ્દો : સેક્શન અધિકારી
કચેરી : અન્ન, ના. પુ. અને ગ્રા.બા. વિભાગ, સચિવાલય, ગાંધીનગર
ભારત સરકારના પત્રથી રાજ્યના નાગરિકોને ‘ખરી નકલ’ (True Copy) કરાવવા તથા સોગંદનામું (Affidavit) કરાવવામાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈને ઉક્ત બાબતનું સરલીકરણ કરવા માટે શક્ય હોય તે કિસ્સામાં ‘સ્વ પ્રમાણિત’ (Self Certification)ની કાર્યપદ્ધતિ અપનાવવા ભલામણ કરવામાં આવેલ છે. વાંચને લીધેલ પરિપત્રથી નાગરિકોને તેમના હક્કો/સુવિધાઓ મેળવવામાં પડતી મુશ્કેલી નિવારવા માટે જુદી જુદી યોજનાઓ, કર્યો અને સેવાઓનો લાભ લેવા માટે જ્યાં નાગરિકોને સોગંદનામા રજૂ કરવા પડતા હોય તેવી સેવાઓ/બાબતોમાં ‘સ્વ પ્રમાણિત’ની કાર્ય પદ્ધતિ ને મંજૂરી આપવા જણાવેલ હતું. નિયંત્રકશ્રી, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની કચેરી ના પત્રથી ચાલતી કામગીરીઓ પૈકી પૈકી ૧૮ પ્રકારના સોગંદનામા સ્વપ્રમાણિત કરવાની કાર્યપદ્ધતિ અપનાવી શકાય તેમ જણાવેલ હતું. આમ ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પારદર્શક અને લોકાભીમુખ વહીવટ માટે હાલ નાગરિકોને અપાતી સેવાઓ, કર્યો અને યોજનાઓમાં લાભ મેળવવા માટે નાગરિકોને પડતી મુશ્કેલીઓ નિવારવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
અને પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબના કેસો સોગંદનામાં ‘સ્વ પ્રમાણિત’ કરવાની કાર્યપદ્ધતિ અપનાવવાનું ઠરાવવામાં આવેલ છે.
ઓફિસીઅલ પરિપત્ર : ડાઉનલોડ કરો
આ પ્રકારની તમામ માહિતી જેમકે શૈક્ષણિક અપડેટ્સ, પરિપત્રો, ટેકનોલોજીકલ અપડેટ્સ, જનરલ નોલેજ, એજ્યુકેશનલ મટીરીઅલ, ઓનલાઈન ટેસ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રો, બોર્ડ પેપર્સ, જેવી માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેશો.
અમારા વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે સંપર્ક કરો
કેતન પટેલ : ૯૮૭૯ ૩૯ ૩૯ ૭૨
શિક્ષક મિત્રો માટે ખાસ સારસ્વત ગૃપ અલગ બનાવેલ છે.