Punishment For Teachers




ઉત્તરવહી મૂલ્યાંકનમાં ભૂલ કરનાર શિક્ષકો બ્લેકલીસ્ટ થશે

બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં બેદરકારી રાખનારા શિક્ષકોને બ્લેકલીસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં જાહેર કરાયેલ પરિણામ બાદ અનેક વિદ્યાર્થીઓએ પુન:મૂલ્યાંકન માટે અરજી કરી હતી અને તેમાં ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સમાં સુધારા થયા હતા. આમ, મૂલ્યાંકનમાં શિક્ષકોની બેદરકારી સામે આવ્યા બાદ બોર્ડે શિક્ષકોને બ્લેકલીસ્ટ કરવાનું નક્કી કર્યું છે. આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે. જુલાઈમાં લેવાનારી ધો. ૧૦ અને ધો. ૧૨નિ કમ્પાર્ટમેન્ટની પરીક્ષાના પરિણામ બળ બોર્ડ દ્વારા સ્ક્રુટીની હાથ ધરાશે અને તેમાં બેદરકારી સામે આવશે તો શિક્ષકોને બ્લેકલીસ્ટ કરાશે. ઉપરાંત શાળાઓ પાસે ૨૦૨૦ની પરીક્ષાને લઈ શિક્ષકોની યાદી મંગાવાઈ છે આ યાદીમાં એડહોક અથવા ખોટાં શિક્ષકોના નામ મોકલનાર શાળાઓ સામે કાર્યવાહી કરાશે.
       બોર્ડ દ્વારા હવે ઉત્તરવહી મૂલ્યાંકનમાં ભૂલો કરનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે. બોર્ડ દ્વારા આ તમામ મુદ્દે તમામ શાળાઓને પત્ર લખી જાણકારી આપવામાં આવી છે અને શિક્ષકોને યોગ્ય રીતે મૂલ્યાંકન કામગીરી કરવામાં આવે તે માટે સમજાવવામાં આવી રહ્યા છે.
       બોર્ડ દ્વારા શિક્ષકોની યાદી તૈયાર કરી રહી છે. પરીક્ષાની કામગીરીમાંથી બ્લેકલીસ્ટ કરાયા બાદ આ શિક્ષકો સેમ શિસ્તની કાર્યવાહી કરવા માટે શાળાઓને આદેશ અપાશે.
આ બાબતનો સંપૂર્ણ ન્યુઝ રીપોર્ટ વાંચવા અહી ક્લિક કરો
તા: ૨૨-૦૮-૨૦૧૯ નો ન્યુઝ રીપોર્ટ વાંચવા અહી ક્લિક કરો