Din Dayal Sparsh Scholarship



દિન દયાલ સ્પર્શ યોજના
ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ફિલાટેલીમાં વધુ રસ કેળવી શકે એ માટે દિન દયાલ સ્પર્શ યોજના (ટપાલ ટીકીટમાં અભિરુચિ અને સંશોધનના પ્રમોશન માટે એક શોખ તરીકેની શિષ્યવૃત્તિ) નામની આકર્ષક યોજના વર્ષ ૨૦૧૭-૧૮ થી શરુ કરવામાં આવી છે.
યોજના વિષે:
ધો. ૬ થી ૯સુધીના વિદ્યાર્થીઓ કે જેમનો શૈક્ષણિક રેકોર્ડ સારો હશે અને જેમને ફિલાટેલીમાં એક શોખ તરીકે રસ હશે (આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે) એવા વિદ્યાર્થીઓની ફિલાટેલી ક્વિઝ અને ફિલાટેલી પ્રોજેક્ટ ઉપર ચકાસણી કરીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીને શીક્ષ્ય્વૃત્તી રૂપિયા ૫૦૦/- દર મહિને એમ વર્ષના રૂ. ૬,૦૦૦/- એક વર્ષ માટે આપવામાં આવશે.
પાત્રતાની શરતો:
૧. ઉમેદવાર ભારત દેશની યોગ્યતા પ્રાપ્ત શાળાનો ધો. ૬ થી ૯નો વિદ્યાર્થી હોવો જોઈએ.
૨. જે તે શાળામાં ફિલાટેલી ક્લબ હોવી જોઈએ અને તે ઉમેદવાર ક્લબનો સભ્ય હોવો જોઈએ.
૩. જો કોઈ સંજોગોમાં શાળામાં ફિલાટેલી ક્લબ ના હોય તે સંજોગમાં ઉમેદવાર/વિદ્યાર્થીનું પોતાનું ફિલાટેલી ડીપોઝીટ એકાઉન્ટ હોવું જોઈએ.
૪. વિદ્યાર્થીનો શૈક્ષણિક રેકોર્ડ સારો હોવો જોઈએ. (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) જયારે પુરસ્કાર માટે પસંદગી પાત્ર થાય ત્યારે તે વિદ્યાર્થીએ ઓછામાં ઓછા ૬૦% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ પ્રવર્તમાન અંતિમ પરીક્ષામાં પ્રાપ્ત કરેલ હોવા જોઈએ. અનુસૂચિત જાતિ/જનજાતિ માટે ૫% આરક્ષણ રહેવાપત્ર છે.
અભ્યાસક્રમ:
* MCQ પ્રકારના પ્રશ્નો રહેશે.
* કરંટ અફેર, ઇતિહાસ, વિજ્ઞાન, સ્પોર્ટ્સ, કલ્ચર, જીઓગ્રાફી અને ફિલાટેલી આધારિત પ્રશ્નો રહેશે.
* ફિલાટેલી પ્રોજેક્ટ ૪ થી ૫ પાનાથી વધુ ના હોવો જોઈએ. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થી વધુમાં વધુ સોળ ટિકિટ અને વધુમાં વધુ ૫૦૦ શબ્દોનો ઉપયોગ કરી શકાશે.
ભારતીય ટપાલ વિભાગનો ઓફિસીયલ પરિપત્ર : અહી ક્લિક કરો