Swami Vivekanand Quiz



સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ૧૦મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા યોજાઈ રહી છે. કોઈ પણ શાળાના ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ છે. વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણના આ કાર્યમાં સહયોગી થશો તેવી અપેક્ષા. (વ્યવસ્થિત માહિતી માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યોજવામાં આવેલ ૧૦મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા અંગે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને લેખિત ક્વિઝ સ્પર્ધામાં પ્રોત્સાહિત કરવા સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગર દ્વારા સુચના આપવામાં આવેલ છે.
આ સ્પર્ધા માટેના ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ : ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૯
શાળા કક્ષાએ સ્પર્ધા ની તારીખ : ૧૨ ડિસેમ્બર, ૨૦૧૯, ગુરુવાર
પરીક્ષા ઓ.એમ.આર. પદ્ધતિથી લેવામાં આવશે.
તમામ સ્પર્ધકોને ‘સ્વામી વિવેકાનંદ સંક્ષીપ્ત જીવન’ પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે. જેના આધારે સ્પર્ધા યોજાશે. તેમજ દરેક શાળાના પ્રથમ ક્રમાંક મેળવનારને પુરસ્કૃત કરવામાં આવશે. (વ્યવસ્થિત માહિતી માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) રાજ્ય સ્તરીય પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તેમજ દરેક જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રવિવાર, તા: ૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ યોજાનાર કાર્યક્રમમાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
શ્રી રામકૃષ્ણ આશ્રમ ની વેબસાઈટની મુલાકાત લેવા અહી ક્લિક કરો
ક્વિઝ સ્પર્ધા માટેનો ઓફિસીઅલ પરિપત્ર : ડાઉનલોડ કરો