GKIQ 2019
વિકાસ વર્તુળ
ટ્રસ્ટ ૧૯૭૭થી ગુજરાત કક્ષાની સામાન્ય જ્ઞાન-બુદ્ધિ કસોટી યોજે છે. આ સ્પર્ધાનો
હેતુ ગુજરાતના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષા તથા રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી સ્પર્ધાત્મક
પરીક્ષા જેવી કે, CSAT (Civil Service Aptitude Test), CAT (Common
Admission Test), MAT, IBPS (Indian Banking Personal Service - બેંક ક્લાર્ક-ઓફિસર માટે), UPSC (Union Public Service Commission),
SSC (Staff Selection Commission), NDA (National Defence Academy), CDS (Combine
Defence Service) તેમજ ગુજરાત કક્ષાએ લેવાતી (આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે) GPSC, TET, TAT, તલાટી-મંત્રી, નાયબ મામલતદાર, પી.એસ.આઇ, પોલીસ કોન્સ્ટેબલ, સચિવાલય ક્લાર્ક, કોર્ટ ક્લાર્ક વગેરેના પ્રવર્તમાન
સમયના પરીક્ષા માળખાને આવરી લેતા પ્રત્યેક વિષયો જેવા કે અંગ્રેજી, ગણિત, રીઝનીંગ
એટલે કે તર્કશક્તિ, સામાન્ય જ્ઞાન, ઇકોનોમિક્સ અને બેન્કિંગ અવેરનેસ, કોમ્પ્યુટર,
એપ્ટીટયુડ, ગુજરાતી ભાષાને આવરી લેતી પરીક્ષા છે. માનો કે આ એક મોટી ટેસ્ટ છે.
આ કસોટી દ્વારા
વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન, વિચારશક્તિ, અવલોકન શક્તિ, સમજ શક્તિ, તર્ક શક્તિનો
વિકાસ થશે અને ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરવાની ગંભીરતા અને લક્ષ્ય પ્રાપ્તિ થશે.
કસોટીનું માળખું :
1. સામાન્ય જ્ઞાન (GK)
2. કોમ્પ્યુટર એપ્ટિટયૂડ
3. રીઝનીંગ ટેસ્ટ (IQ)
4. અવલોકન કસોટી
5. ભાષા કૌશલ્ય (ગુજરાતી-અંગ્રેજી)
6. ગણિત – સંખ્યાત્મક કૌશલ્ય
અન્ય માહિતી અને નમૂનાના પ્રશ્નપત્ર તેમજ પાછલા વર્ષના પ્રશ્નપત્રો ટૂંક સમયમાં અપલોડ કરીશું....આ પેજની મુલાકાત લેતા રહેશો..