મેડિકલના વિદ્યાર્થીઓએ હવે NEET (PG)ની પરીક્ષા આપવી નહી પડે
મેડિકલના
વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે હવે નીટ પીજીની પરીક્ષા આપવાની
જરૂર નહી રહે. MBBS ફાઈનલ યરની પરીક્ષા એટલે કે
એક્ઝિટ એક્ઝામના રિઝલ્ટના આધારે જ તેમને એમ.ડી. અને એમ.એસ. પ્રોગ્રામમાં પ્રવેશ
મળશે. National Medical Commission (NMC) બીલમાં આ મોટા ફેરફાર માટે કેન્દ્ર સરકાર કેબિનેટ નોટ તૈયાર કરી ચુકી છે. તેને
આગામી સપ્તાહે કેબિનેટની મંજૂરી મળી શકે છે. તેના પછી આ બિલ સંસદમાં રજૂ કરવામાં
આવશે. આ ફેરફાર થયે MBBS Examના પરિણામના આધારે MD અને MS પ્રોગ્રામમાં પ્રવેશ મળશે.
NMC બીલમાં પ્રસ્તાવ છે કે દેશભરમાં સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં MBBS ફાઈનલ યરની પરીક્ષા કેન્દ્ર સરકાર
લેશે. તેને જ્જ Exit Exam ગણવામાં આવશે. આ
પરીક્ષામાં પ્રાપ્ત ગુણના આધારે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં પ્રવેશ મળશે...
દેશભરમાં AIIMSમાં પ્રવેશ માટે અલગ પરીક્ષાની
સિસ્ટમ અગાઉની જેમ જ રહેશે.
વિગતવાર ન્યુઝ રીપોર્ટ જોવા માટે અહી ક્લિક કરો