Guru Purnima2



ગુરુ પૂર્ણિમા
 
મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. 
ગુરુ બિન નહીં જ્ઞાન. 
ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે. 'ગુ' એટલે અંધકાર અને 'રૂ' એટલે પ્રકાશ. શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દિપક લાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે, જેમની જીવન-મૃત્યુ થી ઘેરાયેલું લાગે છે, જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમનામાં જિંદગીનું સત્ય જાણવાની અભિલાષા પડી છે એવા લોકો જ સાચા ગુરુને શોધી શકે છે.
પરમાત્માને શોધવા માટે કોઈ કૈલાશ, કાશી, કાબામાં જવાની જરૂર નથી. પરમાત્મા ક્યાં છે જ્યાં સદગુરુ નો વાસ છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે. ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.
હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમ કે 
"ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા 
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ 
વળી,
ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય 
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય 
અર્થાત ગુરૂની મહત્તા ગોવિંદ કરતા વધારે છે કેમકે ગુરૂએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાં દીપ સમાં પરમાત્મા સુધી પહોંચી ને એની ઝાંખી કરી શકે છે શાસ્ત્રો ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયા છે.
આખી પીડીએફ ડાઉનલોડ કરો: Click Here