Jivantika Vrat



મા જીવંતિકાની વ્રત કથા
 
મિત્રો,
શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં માં જીવંતિકાનું વ્રત દરેક માતા પોતાના બાળકના દીર્ઘાયુષ્ય માટે કરતી હોય છે. આ વ્રત શ્રાવણ માસના દર શુક્રવારે કરવાનું હોય છે. આ વ્રતથી કઈ રીતે માત્ર એક દિવસના આયુષ્ય વાળું બાળક સો વર્ષ જીવે તે જાણવા માટે આખી વ્રત કથા જરૂરથી વાંચશો અને આપણા અન્ય મિત્રોને પણ આ વ્રત કથા પહોંચાડશો.
પ્રાચીનકાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા-રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનુ દુ:ખ હતુ તેમને શેર માટીની ખોટ હતી. એમને એક પણ સંતાન હતું નહી, તેથી રાણીબા ચિતામા સુકાતા જતા હતા. એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા.
એક દિવસની વાત છે. રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહી હતી. એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી. એટલે ગામમા કોઇને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતાં.
સંપૂર્ણ વ્રત કથા વાળી સચિત્ર ફાઈલ : ડાઉનલોડ કરો