12 Science Fail



12 Sci નાપાસ વિદ્યાર્થીઓ માટે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વિદ્યાર્થી, વાલીઓ અને શાળાના માર્ગદર્શન માટે નીચે મુજબ સ્પષ્ટતા સાથેની અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે:
1. ધોરણ 12, વિજ્ઞાન પ્રવાહ ઉ. મા. પ્ર. પરીક્ષા, માર્ચ-2019 તેમજ જુલાઈ પુરક પરીક્ષા-2019માં પરીક્ષા આપેલ હોય અને અનુત્તિર્ણ (N.I.) થયેલ હોય તેવા (સેમેસ્ટર પદ્ધતિ સિવાયના) વિદ્યાર્થીઓને માર્ચ-2020 માં જુના અભ્યાસક્રમ મુજબ એટલે કે માર્ચ-2019 પરીક્ષામાં અમલી હતો તે અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે.
2. પૂરતી તકો તેમજ વધારાની તક આપવા છતાંય ઉત્તીર્ણ થઈ શકેલ નથી તેવા સેમેસ્ટર પદ્ધતિવાળા વિદ્યાર્થીઓએ માર્ચ 2020માં નવા અભ્યાસક્રમ મુજબની પરીક્ષા આપવાની રહેશે.
3. માર્ચ તેમજ જુલાઈ-2019 પૂરક પરીક્ષા ઉત્તીર્ણ હોવા છતાં પરિણામ જમા કરાવી પુનઃ પરીક્ષાર્થી તરીકે માર્ચ 2020 માં બેસનાર છે તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ જુના અભ્યાસક્રમ મુજબ એટલે કે માર્ચ-2019 પરીક્ષા-માં અમલી હતો તે જ અભ્યાસક્રમ મુજબ લેવાશે. આ વિદ્યાર્થીઓએ જુના અભ્યાસક્રમ મુજબ પ્રાયોગિક પરીક્ષા પણ આપવાની રહેશે. આ માટે પોતાની શાળાના તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંપર્કમાં રહેવું.
આ બાબતનો ઓફિસીઅલ પરિપત્ર