નામ-અટક-જાતિમાં ફેરફાર
શૈક્ષણિક વર્ષ
૨૦૧૯-૨૦ મા ધો. ૯ અને ધો. ૧૦ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ, અટક, જાતિ, જન્મ
તારીખ, જન્મ સ્થળ, પિતાના નામમાં ફેરફાર કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓને શાળા
કક્ષાએથી જાણ કરવી. જે વિદ્યાર્થીઓ નામ, અટક, જાતિ, જન્મ તારીખ, જન્મ સ્થળ, પિતાના
નામમાં ફેરફાર કરવા માંગતા હોય તમની પાસે નિયત નમુનામાં અરજી તથા સોગંદનામું તેમજ
સાધનિક પુરાવા સાથેની સંપૂર્ણ દરખાસ્ત તૈયાર કરી શાળા કક્ષાએ રાખવાની રહેશે. જેની
મંજૂરી/નામંજૂરી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવશે.
ધો.
૧૦ બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીના GR (જનરલ રજીસ્ટર)મા કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નહી હોય આ બાબતે તમામ શાળાઓએ વિદ્યાર્થી, વલિઓને
જાણ થાય તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
આ બાબતનો ઓફિસીઅલ પરિપત્ર જોવા : અહી ક્લિક કરો
ઓફિસીઅલ પરિપત્ર નં. ૦૨ જોવા : અહી ક્લિક કરો
v દરખાસ્ત તૈયાર કરતી વખતે નીચે મુજબની સુચના ધ્યાને લેવી:
ü દરેક શાળાએ વિદ્યાર્થી વાઇઝ દરખાસ્તની નોંધ, સુધારા માટેના આદેશ ની
વિગત કોમ્પ્યુટર રાઈઝ A4 સાઈઝના પેજ પર જ ટાઈપ કરીને લાવવાની રહેશે. આ સાથે નોંધ અને સુધારા આદેશની નકલ સામેલ છે.
ü નામ, પિતાના નામમા સુધારો, અટક
ફેરફારના દરખાસ્તની એક અલગ ફાઈલ રજુ કરવી, જ્યારે જાતિ અને જન્મતારીખ સુધારવાની
દરખાસ્ત વિદ્યાર્થી વાર અલગ બંચ સાથે રજુ કરવાની રહેશે.
ü ઉપર દર્શાવેલ તારીખે દરખાસ્ત રજૂ
કરવામાં ન આવે અને આપની શાળામાં આ પ્રકારના કેસો બાકી રહેશે અને જે પ્રશ્ન ઉપસ્થિત
થશે તેની સઘળી જવાબદારી આચાર્યશ્રી/કામ કરતા કર્મચારીની અંગત રહેશે
ü ઉક્ત સુધારા બાબતની જાણ આપની
શાળામાં ધોરણ 9 અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને કરી તે બાબતની
નોંધ આપના રેકોર્ડ પર રાખવાની રહેશે
ü કેમ્પ સિવાયની દરખાસ્તો ધ્યાને
લેવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેશો
ü કેમ્પના સ્થળેથી કચેરીમાં વાળીને
દરખાસ્ત લઈને મોકલવાના નથી જે તે શાળાના કર્મચારી એ જ હાજર રહેવાનું રહેશે