Board Exam Optional



બોર્ડની પરીક્ષા ઓપ્શનલ?

નવી શિક્ષણ નીતિના અનુસંધાને રાજ્યના શાળા સંચાલક મહામંડળે સરકારને ભલામણો મોકલી છે. જેમાં ધો. ૯ થી ૧૨ ને સળંગ યુનિટ ગણવા અને ધો. ૧૦ની બોર્ડની પરીક્ષા ઓપ્શનલ કરવા રજૂઆત કરી છે. ઉપરાંત ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ થયા બાદ વિધાર્થીઓને કેટલાંક ગ્રહણ કર્યું છે તે જાણવા ટેસ્ટનું આયોજન કરવું અને ટેસ્ટમાં ૫૦ ટકા ગુણ સાથે પાસ થયેલા (વ્યવસ્થીત માહિતી માટે કેતનસરની વેબસાઈટની મુલાકાત લો)  વિદ્યાર્થીઓને જ આગળ અભ્યાસ માં જવા માટેની મંજૂરી આપવામાં આવે એવું સૂચન કર્યું છે. ધોરણ 11 અને 12 માં અભ્યાસ કર્યા બાદ ડિગ્રી કોર્સ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 11 ની પરીક્ષા સ્કૂલએ જ આપવાનું આયોજન કરવામાં આવે તેવી નીતિ કરવા પણ ભલામણ છે. આ તમામ ભલામણો સંચાલકોએ રાજ્ય સરકારને સુપરત કરી છે અને તે હવે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 સંદર્ભે સૂચનો લેખિતમાં મોકલી આપ્યા છે. જેમાં ઘણા મહત્વના મુદ્દાઓ આવરી લેવાયા છે. ધોરણ ૯ થી ૧૨ ના શિક્ષણના હેતુસર ભણવા માટે બરાબર કરાય છે અને તેના માટે ધોરણ 10 ની પરીક્ષા ઓપ્શનલ (વ્યવાસ્થીત માહિતી માટે કેતનસરની વેબસાઈટની મુલાકાત લો) રાખવા સૂચન કરાયું છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તે જ વિદ્યાર્થી જ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપશે જ્યારે બાકીના વિદ્યાર્થીઓ 10ની પરીક્ષા આપે તે મુજબની ભલામણ કરાઈ છે.