Navoday 2020




નવોદય વિદ્યાલય યોજના

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬ અનુસાર હાલમાં ભારત સરકાર દ્વારા નવોદય વિદ્યાલયો શરુ કરવામાં આવેલ છે. આ જવાહર નવોદય વિદ્યાલયો દેશના ૨૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે. આ બધા વિદ્યાલયો સહશિક્ષણ આપતી છાત્રાલયની સુવિધાવાળી શાળાઓ છે. જેની આર્થિક જવાબદારી ભારત સરકારની સ્વાયત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ સંભાળે છે. આ શાળાઓમાં પ્રવેશ જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા દ્વારા ધોરણ ૬ (છટ્ઠા)થી અપાય છે. ધો. ૬ થી ૮ સુધી માતૃભાષામાં /ક્ષેત્રિય ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. ત્યાર પછી ગણિત અને વિજ્ઞાન – અંગ્રેજી ભાષામાં તથા સામાજીક વિજ્ઞાનનું શિક્ષણ હિન્દી ભાષામાં આપવામાં આવે છે. જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓની ધોરણ ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE), નવી દિલ્હી દ્વારા લેવામાં આવે છે. આ શાળાઓમાં સહશિક્ષણ ઉપરાંત રહેવાનું, જમવાનું, ગણવેશ અને પુસ્તકો મફત આપવામાં આવે છે. પરંતુ ધો. ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓની રૂ. ૬૦૦/- માસિક ફી લેવામાં આવે છે. એવા સરકારી કર્મચારીઓ કે જેના બાળકો માટે શિક્ષણ ભથ્થું મળવાપાત્ર છે તેવા વિદ્યાર્થીઓને મહિને ૧૫૦૦ ફી ભરવાની રહેશે. આમ છતાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અપંગ વિદ્યાર્થીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓની કે જેમની આવક ગરીબી રેખા (BPL)થી નીચે આવે છે તેમની ફી માફ કરવામાં આવે છે. 
પરીક્ષા પ્રકાર
પ્રશ્નોની સંખ્યા
ગુણ
સમયગાળો
માનસિક શક્તિ કસોટી
૪૦
૫૦ ગુણ
૬૦ મિનિટ
ગણિત કસોટી
૨૦
૨૫ ગુણ
૩૦ મિનિટ
ભાષા કસોટી
૨૦
૨૫ ગુણ
૩૦ મિનિટ
કુલ
૮૦
૧૦૦ ગુણ
૨ કલાક

ઓનલાઈન અરજી કરવા માટે : અહી ક્લિકકરો
નવોદય વિદ્યાલય સમિતિનો ઓફિસીયલ પરિપત્ર : ડાઉનલોડ કરો