Post Metric Scholarship



પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના
 
ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક સત્ર દરમ્યાન ઉચ્ચતર માધ્યમિક શાળાઓ/કોલેજો/યુનિવર્સીટી/આઈ.ટી.આઈ/સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિકસતી જાતિના સા.શૈ.પ.વ. આર્થિક રીતે પછાત વર્ગ, વિચારતી વિમુક્ત જાતિ અને લઘુમતીના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓની શૈક્ષણિક સવલતો મંજુર કરી ચુકવણું DBTથી કરવાનું થાય છે.
          શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન ઉચ્ચતર માધ્યમિક શાળાઓ/કોલેજો/ યુનિવર્સીટી/આઈ.ટી.આઈ/સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિકસતી જાતિના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને આ સાથેના (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટની મુલાકાત લો) પત્રક-અ મુજબની યોજનાઓની ઓનલાઈન અરજીઓ આ સાથેના ‘માસવાર આયોજન’ પત્રકમાં દર્શાવેલ સૂચનાઓ મુજબ Digital Gujarat Portal પર ઓનલાઈન કરવાની રહેશે. જે બાબતે નિયામકશ્રીમ વિકસતી જાતિ કલ્યાણ, ગુ.રા.ગાંધીનગર દ્વારા દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આપી વિદ્યાર્થીઓએ તથા સંસ્થાએ કરવાની થતી કાર્યવાહીની જાણ કરવામાં આવેલ છે. જાહેરાતમાં આપેલ તેમજ વખતોવખતની તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરાવવા વિનંતી છે.
પરિપત્ર/જાહેરાત કરનાર: જિલ્લા નાયબ નિયામક
કચેરી: વિકસતી જાતિની કચેરી, સુરત
તારીખ: ૨૯-૦૭-૨૦૧૯
અરજી કરવા માટેની ઓફિસીઅલ વેબસાઈટ : અહી ક્લિક કરો
ઓફિસીયલ પરિપત્ર/જાહેરાત જોવા : ડાઉનલોડ કરો