12 Science BluePrint



ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ પેપર સ્ટાઈલ
સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ નિર્ણય અનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, અંગ્રેજી (પ્રથમ ભાષા) અને હિન્દી (પ્રથમ ભાષા) વિષયોમાં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોનો અમલ કરવામાં આવેલ છે.
સરકારશ્રીના આદેશ અન્વયે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં માર્ચ 2019ની ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની જેમ જ ૫૦% એમસીક્યુ અને 50% થીયરી (સબ્જેક્ટીવ) પ્રકારના પ્રશ્નો પ્રમાણે પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવશે તેમ જણાવેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે તારીખ 26/7/2019 ના રોજ મળેલ (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) શૈક્ષણિક સમિતિમાં કરવામાં આવેલ નિર્ણય અન્વયે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, અંગ્રેજી પ્રથમ ભાષા અને હિન્દી પ્રથમ ભાષાના વિષયમાં શૈક્ષણિક વર્ષ 2019-20 થી એનસીઇઆરટીના પુસ્તકોનો અમલ થયેલ હોય તેમ જ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયેલ હોય ઉક્ત વિષયોના 50% એમસીક્યુ અને 50% થિયરી પ્રકારના પ્રશ્નો મુજબના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લુ પ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો તેમજ પ્રાયોગિક પરીક્ષાનું માળખું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે જે આ સાથે સામેલ છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના મરાઠી, ઉર્દૂ, સિંધી, ફારસી, અરબી અને પ્રાકૃત વિષયોમાં માર્ચ 2019 માં (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) લેવાયેલ ધોરણ 12 ની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે 50% એમસીક્યું અને 50% થિયરી પ્રકારના પ્રશ્નો મુજબના પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ ચાલુ રહેશે.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના મરાઠી, ઉર્દૂ, સિંધી, ફારસી, અરબી અને પ્રાકૃત વિષયોમાં માર્ચ 2019 માં લેવાયેલ ધોરણ 12 ની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ૧૦૦% થીયરી પ્રકારના પ્રશ્નો મુજબના પ્રશ્નપત્ર પરીરુપનો અમલ ચાલુ રહેશે.
સંયુક્ત નિયામકશ્રી, ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, ગાંધીનગરનો પરિપત્ર: ડાઉનલોડ કરો
મુખ્ય વિષયોની બ્લુપ્રિન્ટ, પેપર સ્ટાઈલ અને નમૂનાના પ્રશ્નપત્રો: ડાઉનલોડ કરો
બ્લુપ્રિન્ટની વિસ્તૃત સમજ આપતો વિડીઓ ખાસ જુઓ : વિડીઓ જુઓ