Sushma Swaraj



સુષ્મા સ્વરાજ - એક વિરલ વ્યક્તિત્વ

સુષ્મા સ્વરાજ મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ હતા. તેઓ ૨૫ વર્ષની વયે દેશના સૌથી યુવા વિધાનસભ્ય ચૂંટાયા હતા અને મંત્રી પદ મેળવનારા પણ તેઓ પહેલાં યુવા હતા. સુષ્મા સ્વરાજ દિલ્હીના પહેલાં મહિલા મુખ્યપ્રધાન પણ બન્યા હતા અને કોઈ પણ રાજકીય પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા તેઓ પહેલાં મહિલા પ્રવક્તા હતા. ૨૦૧૪ માં પ્રચંડ બહુમતીથી મોદી સરકાર બની ત્યારે સુષ્મા સ્વરાજને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા અને તેઓ ભારતના પહેલાં પૂર્ણકાલીન મહિલા વિદેશ પ્રધાન હતા.
સુષ્મા સ્વરાજે સંસ્કૃત અને પોલીટીકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યાર બાદ ચંડીગઢની પંજાબ યુનીવર્સીટીમાંથી લો (કાયદા)ની ડિગ્રી મેળવી હતી. તેમને જય પ્રકાશ નારાયણના આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
કટોકટીનો વિરોધ કરીને સુષ્મા સ્વરાજે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. સુષ્મા સ્વરાજે ૧૯૭૭માં પહેલી વાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને તે સમયે તેઓ ૨૫ વર્ષના હતા. તેમને હરિયાણામાં અંબાલા બેઠક પરથી ચૂંટણીમાં જીત મેળવીને દેશના સૌથી યુવાન વિધાનસભ્ય બનવાનું માન મેળવ્યું હતું.
સુષ્મા સ્વરાજ એક પાવરફુલ વક્તા હતા. તેમનું વકતવ્ય સંભાળવું એ એક લ્હાવો હતો. એક રાજકારણીનો ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા પર કેવી પકડ હોય તે જાણવા માટે...