PSE SSE Scholarship



PSE – SSE 2019
 
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો. ૬/૯ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગર પાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં હોય તેવા તમામ વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
જેના માટેની એક માત્ર શરત એ છે કે ધો. ૫/૮માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
ક્રમ
વિગત
તારીખ
૦૧
પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો
તા: ૦૮-૦૮-૨૦૧૯ થી તા: ૨૬-૦૮-૨૦૧૯
૦૨
પરીક્ષા માટેની ફી પોસ્ટ ઓફીસ ખાતે અથવા ઓનલાઈન ભરવાનો સમયગાળો
તા: ૦૮-૦૮-૨૦૧૯ થી તા: ૨૭-૦૮-૨૦૧૯
૦૩
આવેદનપત્રો શિક્ષણાધિકારી કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ
૦૩-૦૯-૨૦૧૯
૦૪
પરીક્ષાની તારીખ
૨૦-૧૦-૨૦૧૯
પરીક્ષા ફી:
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની પરીક્ષા ફી ૨૫/- તેમજ માર્કશીટ/પ્રમાણપત્ર ફી ૧૫/- મળીને કુલ ફી રૂ. ૪૦/- થાય છે. જયારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની પરીક્ષા ફી ૩૫/- તેમજ માર્કશીટ/પ્રમાણપત્ર ફી ૧૫/- મળીને કુલ ફી રૂ. ૫૦/- થાય છે.
આવકમર્યાદા:
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.
તમામ વિગતો માટે રાજ્ય પરીક્ષા બોર્ડનો ઓફિસીઅલ પરિપત્ર : ડાઉનલોડ કરો