Science Talent Search



વિજ્ઞાન પ્રતિભા શોધ કસોટી

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, NCERT અને વિજ્ઞાન ભારતી (નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન)ના સંયુક્ત ઉપક્રમથી રાષ્ટ્રીય કક્ષાની પ્રતિભા શોધ પરીક્ષા વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM) યોજવામાં આવનાર છે. VVM એ ભારતની સૌથી મોટી સાયન્સ ટેલેન્ટ સર્ચ છે. (આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે) VVM એ વિજ્ઞાનમાં રસ ઉત્પન્ન કરવા, કલ્પના શક્તિ વિકસાવવા તેમજ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ઠતાનું પાલન કરવા અંગે પ્લેટફોર્મ પૂરું પાડે છે.
વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ૨૦૧૯-૨૦ એ ડીજીટલ એપ્લીકેશન આધારિત છે. જે ઓનલાઈન લેવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓએ (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટની મુલાકાત લો) પોતાના મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ અથવા શાળાના ડેસ્કટોપ કમ્પ્યુટર પરથી ઉક્ત પરીક્ષા આપવાની રહેશે. આ માટે એપલના ડીવાઈસનો ઉપયોગ થઇ શકશે નહી.
પ્રશ્નપત્રની પેટર્ન:
૧૦૦ એમ.સી.કયું. પ્રકારના પ્રશ્નો રહેશે. જેના માટે ૨ કલાક = ૧૨૦ મિનિટનો સમય મળશે.
શિષ્યવૃત્તિ/ઇનામ:
તમામ વિદ્યાર્થીને ‘મેરીટ સર્ટીફીકેટ’ તો મળશે જ. સાથે સાથે લેવલ મુજબ મોમેન્ટો ઉપરાંત ૨૦૦૦, ૩૦૦૦, ૫૦૦૦ થી લઈને ૧૦,૦૦૦, ૧૫,૦૦૦ અને ૨૫,૦૦૦ સુધીનું ઇનામ મળશે.
ઓફિસીયલ પરિપત્ર જોવા અહી ક્લિક કરો