ઈ-સ્ટેમ્પિંગનો
સંપૂર્ણ અમલ
નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી
મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત
ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિમત વસુલ કરી નાગરિકોને છેતરવાનો પ્રયાસ થતો
હોવાની રાજુઅતોને ધ્યાને લઇ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડીઝીટલ સ્ટેમ્પિંગ ની
સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને આગળ ધપાવતા રાજ્ય
સરકારે વધુ એક નિર્ણય કરી ૧લી ઓક્ટોબર ૨૦૧૯ થી રાજ્યભરમાં નોન જ્યુડીશીયલ ફીઝીકલ
સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડીઝીટલ સ્ટેમ્પિંગની પદ્ધતિને અનુસરવા
મહત્વનો નિર્ણય કર્યો છે.
મંત્રીશ્રીએ
ઉમેર્યું છે કે નાગરિકોને ૧લી ઓક્ટોબરથી ફીઝીકલ સ્ટેમ્પ સેવા બંધ થતાં સ્ટેમ્પ
મેળવવામાં કે સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણીમાં કોઈ તકલીફ ના પડે તે માટે
ઈ-સ્ટેમ્પિંગની સુવિધાથી હવેથી શિડ્યુલ
બેન્કો, કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની નાણાકીય સંસ્થાઓ કે એકમો,
પોસ્ટ ઓફીસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની
સેક્રેટરી, બંદર/પોર્ટ ખાતેની સી.&એફ. એજન્ટ, ઈ-ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત
કોમન સર્વિસ સેન્ટર, આર.બી.આઈ. રજીસ્ટર્ડ નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓને
લાયસન્સી નોતરી પૈકી જે વ્યક્તિઓ/સંસ્થાઓ જે તે જિલ્લાની સ્ટોક હોલ્ડિંગ
કોર્પોરેશનની કચેરી ખાતે રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશે. {ન્યુઝ ક્લીપ : સંદેશ}
આ બાબતનો ઓફિસીઅલ
પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો