NMMS 2019



NMMS 2019

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધો. ૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉ.મા. શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધો. ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) નામની યોજના MHRD, New Delhi તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા: ૨૨/૧૨/૨૦૧૯, રવિવારના રોજ આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે.
       આ પરીક્ષા માટેના આવેદનપત્રો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી તા: ૧૦-૦૯-૨૦૧૯ થી તા: ૧૦-૧૦-૨૦૧૯ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.
શિષ્યવૃત્તિની રકમ તથા ચુકવણીના નિયમો:
·        પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ. ,૦૦/- લેખે વાર્ષિક રૂ. ૧૨,૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
·        શિષ્યવૃત્તિની રકમની ચુકવણી MHRDની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા થશે.
·        શિષ્યવૃત્તિની રકમ MHRD દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં National Scholarship Portal મારફતે થશે.
પરીક્ષા ફી:
·        જનરલ તથા .બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. ૭૦/- રહેશે.
·        પી.એચ., એસ.સી તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. ૫૦/- રહેશે.
·        સર્વિસ ચાર્જ અલગથી ચુકવવાનો રહેશે.
·        કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહી.
·        પરીક્ષા ફી પોસ્ટ ઓફિસમાં કે ઓનલાઈન ભરી શકાશે.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઇમેજ પર ક્લિક કરો. (ઓફિસીઅલ વેબસાઈટ)
(From 10-09-2019)

Coming Soon
ઓફિસીઅલ પરિપત્ર જોવા માટે : અહી ક્લિક કરો