NTSE 2019-20
ધો. ૧૦મા અભ્યાસ
કરતાં વિદ્યાર્થીઓ માટે NCERT, ન્યુ દિલ્હી પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા – NTSE બે તબક્કામાં લેવાનાર છે. પ્રથમ
તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે. આ
પરીક્ષાના આવેદનપત્રો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન ભરવાના રહેશે.
શિષ્યવૃત્તિની રકમ તથા ચુકવણી:
·
NTSE પરીક્ષાના બંને તબક્કામાં પાસ થનાર વિદ્યાર્થીને NCERT, ન્યુ દિલ્હી દ્વારા નીચે મુજબ
શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
·
ધો. ૧૧ તથા ધો. ૧૨મા માસિક રૂ. ૧,૨૫૦/- શિષ્યવૃત્તિ મળશે.
·
અન્ડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે માસિક રૂ. ૨,૦૦૦/-
શિષ્યવૃત્તિ મળશે.
·
Ph.D. અભ્યાસ માટે યુ.જી.સી. ના નિયમાનુસાર શિષ્યવૃત્તિ મળશે.
આવક મર્યાદા:
·
NCERT, ન્યુ દિલ્હી દ્વારા નક્કી થયા મુજબ
આ પરીક્ષામાં આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી. જે વિદ્યાર્થીને સ્કોલરશીપ
મેળવવાને પાત્ર ઠરે છે તે વિદ્યાર્થીને પુરેપુરી સ્કોલરશીપ મળશે.
પરીક્ષા ફી:
· જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. ૭૦/- રહેશે.
· પી.એચ., ઓ.બી.સી., એસ.સી તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી
રૂ. ૫૦/- રહેશે.
· સર્વિસ ચાર્જ અલગથી ચુકવવાનો રહેશે.
· કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહી.
· પરીક્ષા ફી પોસ્ટ ઓફિસમાં કે ઓનલાઈન ભરી શકાશે.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઇમેજ પર ક્લિક કરો. (ઓફિસીઅલ
વેબસાઈટ)
ઓફિસીઅલ પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો