Double Maths Decision



બોર્ડ દ્વારા બે ગણિત બાબતે નિર્ણય ન લેવાયો
માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે લેવલના પ્રશ્નપત્ર પૂછવાનો નિર્ણય લીધા બાદ ક્લાર્કની પરીક્ષાની માફક ફેરવી તોળવાનો વારો આવે તેના માટે નિર્ણય કરવાનું જ શિક્ષણ વિભાગે ટાળ્યું છે અને એવી સ્પષ્ટતા કરી છે કે ગણિતનું બે લેવલનું પ્રશ્નપત્ર પૂછવાનો હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ચાલુ શૈક્ષણિક વર્ષના ગણિતમાં બેઝિક અને સ્ટાન્ડર્ડ પેપર અંગે કોઈ કાર્યવાહી કરવી નહીં તેવી અખબારી યાદી બોર્ડના સચિવે શુક્રવારે પ્રસિદ્ધ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરની એક સ્કૂલ દ્વારા બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા માટે ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ -વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ- રાખવું કે બેઝીક રાખવું તેવું વાલીઓ પાસેથી સંમતિ લેતુ સંમતિપત્રક સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. આ સંમતિપત્રક શિક્ષણ બોર્ડને મળ્યું હતું.
જેથી એક તરફ સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય સંદર્ભે બે લેવલનું પ્રશ્નપત્ર રાખવું કે કેમ તેનો ફાઇનલ નિર્ણય લેવાયો ન હતો અને બીજી તરફ સ્કૂલો દ્વારા ફોર્મ ભરવાનું શરૂ કરાયું હોવાથી આ અંગે જાહેરાત કરવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે બોર્ડની શૈક્ષણિક સમિતિ દ્વારા -વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ- બે લેવલના પ્રશ્નપત્રને લઈ કેટલાક ભય રજૂ કરવામાં આવ્યા હતા કે, ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત બોર્ડ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓનો અભ્યાસ ઓછો હોય છે તો કેટલાક નિરક્ષર હોય છે. જેથી ગ્રામ્યના વિદ્યાર્થીઓ હંમેશાં સહેલું એટલે કે ગણિત બેઝિક વધુ પસંદ કરશે. જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી ધોરણ ૧૦ બાદ વિજ્ઞાનપ્રવાહના વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય મેડિકલ અને ઇજનેરીમાં સીટો ખાલી રહેવાનું એક કારણ ખુદ શિક્ષણ વિભાગે રજૂ કર્યું છે. સોર્સ
થોડા સમય પહેલાં થયેલી મીટીંગના મુદ્દા જોવા ફોટો પર ક્લિક કરો
GCERT/GSEB/DIET દ્વારા પ્રકાશિત Most Imp પ્રશ્નબેંક