ફેલોશીપ શિષ્યવૃત્તિ
દર વર્ષની જેમ
ચાલુ વર્ષે સને 2019-20માં ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ શિષ્યવૃત્તિ અને ફેલોશિપ શિષ્યવૃત્તિ મેળવવા
માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના થાય છે. આ યોજનાનો લાભ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ બહોળા
પ્રમાણમાં લઈ શકે તે માટે નીચે મુજબની વિગતોને ધ્યાને લઈને માત્ર ઓનલાઈન ફોર્મ
ભરવા માટે આપના જિલ્લાની તમામ શાળાઓને સૂચના આપશો.
સરકારી અને
બિનસરકારી માત્ર ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતાં માર્ચ 2019 ધોરણ 10ની એસ.એસ.સી.ની પરીક્ષામાં ૭૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર
તમામ કેટેગરીના વિદ્યાર્થી કે જેમના વાલીની વાર્ષિક આવક રૂપિયા બે લાખ ૫૦ હજાર કે
તેથી ઓછી છે તેઓને ફેલોશિપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે.
યોજનામાં કેટેગરી
વાઇઝ ફોર્મ ભરી શકાશે જ્યારે ઉચ્ચ શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના માં કેટેગરી વાઇઝ કોઈ
અનામત નથી
સદર બંને યોજનાઓની
જોગવાઈ મુજબ માત્ર મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે. અન્ય
કોઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી.
જેથી વિદ્યાર્થી કોઈ એક જ શિષ્યવૃત્તિ મેળવવા અરજી કરવાની રહેશે.
આ શિષ્યવૃત્તિ
મેળવવા માટે સરકારશ્રીની સુચના મુજબ દરેક વિદ્યાર્થીએ આ માટેના પોર્ટલ પર માત્ર
ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અંગેના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટેનું એડ્રેસ
નીચે દર્શાવેલ છે.
ધોરણ 11 માં ફેલોશીપ યોજના હેઠળ જે વિદ્યાર્થીઓને પ્રવેશ
શિષ્યવૃત્તિ મળી હશે તે જ વિદ્યાર્થીઓને રીન્યુઅલ રૂપમાં પણ નિયમો અનુસાર આગળના
અભ્યાસ માટે રિન્યુઅલ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. ધોરણ-12, સ્નાતક કક્ષાએ, અનુસ્નાતક કક્ષાએ સીધે સીધી ફ્રેશ તરીકે
મળશે નહીં. રીન્યુઅલના રૂપમાં શિષ્યવૃત્તિ મેળવવા માટે જે તે આગલા વર્ષમાં ઓછામાં
ઓછા 60% ગુણ મેળવેલા જોઈશે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૫-૧૧-૨૦૧૯
ઓફીશીયલ પરિપત્ર ડાઉનલોડ કરવા ફોટો-લીંક પર ક્લિક કરો
==============================
ઓનલાઈન અરજી કરવા માટે નીચેની ફોટોલીંક પર ક્લિક કરો
==============================
આ પ્રકારની અન્ય સરકારી શિષ્યવૃત્તિ માટે નીચેની ફોટોલીંક
પર ક્લિક કરો