Eat Right




સ્કૂલ કેન્ટીનમાં કોલા, ચીપ્સ, પીઝા, નુડલ્સ માટે ‘નો એન્ટ્રી’

શાળા એ જતાં બાળકોના સ્વાદ માટે કડવા પણ આરોગ્ય માટે મીઠા સમાચાર છે. ડિસેમ્બરથી શાળાના કાફેટેરિયા અને બોર્ડીંગના મેનુમાં કોલા, બટાકાની ચીપ્સ, પેકેજ્ડ જ્યુસ, પીઝા, બર્ગર્સ, નુડલ્સ, સમોસા, છોલે-ભટુરે પર પ્રતિબંધ મૂકી દેવાશે. કેન્દ્ર સરકારે શાળાની કેન્ટીનમાં ચરબી, મીઠું અને ખાંડનું ઊંચું પ્રમાણ ધરાવતી ખાદ્ય ચીજો બંધ કરવાના પગલાં લીધા છે.

સરકારે શાળાની સ્પોર્ટ્સ ઇવેન્ટમાં જંક ફૂડની એડ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. ઉપરાંત, શાળાના કમ્પ્યુટર્સના વોલ પેપર્સમાં અને શાળાના સંકુલના ૫૦ મીટરમાં જંક ફૂડની એડ નહી કરવાનો આદેશ આપ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ શાળાના બાળકોમાં જંક ફૂડનો વપરાશ અટકાવવા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન ૨૦૧૯ હેઠળ નિયમો બનાવ્યાં છે. ‘ઈટ રાઈટ’ EAT RIGHT ઝુંબેશ હેઠળ કેન્દ્ર સરકારના નિયમ ડિસેમ્બર ૨૦૧૯ના પ્રથમ સપ્તાહથી અમલી બનશે. જેમાં ચરબી, મીઠું અને ખાંડનું ઊંચું પ્રમાણ ધરાવતી ખાદ્ય ચીજો HFSS શાળાની સ્કુલ કેન્ટીન, મેસના સંકુલ કે હોસ્ટેલના રસોડામાં વેચી નહી શકાય. સોર્સ