શિક્ષકો માટે અચ્છે દિન આને વાલે હૈ
શિક્ષકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. શિક્ષકોને જે અન્ય સરકારી કામમાં જોતરવામાં આવે છે તેમાંથી હવે મુક્તિ મળી શકશે. ઉલ્લેખનીય છે કે શાળાના શિક્ષકોને બાળકોને ભણાવવાની સાથે મતદાનના વિવિધ કામ, મધ્યાનભોજનના વિવિધ કામ તેમજ વસ્તી ગણતરીના કામમાં જોતરવામાં આવે છે.
માનવ સંશાધન વિભાગ દ્વારા પ્રસ્તાવિત શિક્ષા નીતિના નવા મુસદ્દામાં શિક્ષકોને અન્ય કામમાંથી મુક્તિ આપવા માટે ભલામણ કરવામાં આવી છે. ખાસ કરીને મધ્યાનભોજનનો લોડ શિક્ષકો પર નાખવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે જો શિક્ષકો વધારે ધ્યાન વિદ્યાર્થીઓના ભણતરને લઈને આપે તો શિક્ષાના સ્તરમાં સુધારો થઈ શકે તેમ છે.
આ સિવાય અન્ય નાના મોટા સરકારી કામો શિક્ષકોને સોંપી દેવાઈ છે. બુથ લેવલ ઓફિસરની જવાબદારી પણ શિક્ષકોને આપવામાં આવતી હોય છે. દિલ્હી જેવા રાજ્યોએ પહેલાં આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લીધો છે અને શિક્ષકોને આ જવાબદારીમાંથી મુક્ત કર્યા છે. હવે કેન્દ્ર સરકાર આ અંગે મહત્વનો નિર્ણય લઈ શકે છે જેના લીધે દેશમાં શિક્ષકોને રાહત થશે. સોર્સ