Toll-Tax Relax




આ ટોલનાકા પર નહી કપાય ટેક્સ

સુરતના કામરેજ પાસે આવેલા ટોલનાકા પર ફાસ્ટેગનો અમલ થતા સ્થાનિક વાહન ચાલકો પાસેથી પણ ટેક્ષની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. ઉપરાત ફાસ્ટેગના કારણે સુરતના વાહનનોના પણ પૈસા કાપતા હતા. જેને લઇને ટોલટેક્સમાંથી મુક્તિની માગને સાથે સુરતની જૂદી જૂદી સંસ્થાઓ, જિલ્લા પંચાયતો, ગામના લોકો અને કેટલાક રાજકીય આગેવાનોએ 'ના કર' સમિતિની સચના કરીને સુરત અને નવસારીના વાહન ચાલકો પાસેથી ટોલટેક્સ નહીં~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~લેવા માટે આંદોલન શરૂ કર્યું હતું. જો તેમની કર માફી કરવાની માંગણી નહીં સંતોષાય તો આંદોલન સમિતિએ ગામના લોકોને સાથે રાખીને ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
'ના કર' સમિતિની ચીમકી અને કર મુક્તિના આદોલનને સામે આખરે સરકાર જૂકી હતી અને સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલટેક્સ નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  નિયમ પછી પણ વાહન ચાલક જો ફાસ્ટેગની લાઈનમાંથી પસાર થશે તો ઓટોમેટિક સિસ્ટમના કારણે વાહન ચાલકના ખાતામાંથી ટેક્સની રકમ કપાઈ જશે.
બાબતે નવસારીના સાંસદ સી. આર. પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, સ્થાનિક લોકોએ~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~ફક્ત એટલું ધ્યાન રાખવું પડશે કે તેમને ફાસ્ટેગની લાઈનમાં જવું નહીં, જો તેઓ પોતાનું વાહન લઇને ફાસ્ટેગની લાઈનમાં જશે તો ટોલટેક્સ કપાઈ જશે, જેઓએ ફાસ્ટેગ લીધો છે તેમને ટેક્સ નહીં ભરવા માટે રોકડની લાઈનમાંથી પસાર થવું પડશે.
સમગ્ર મામલે આંદોલનના આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે, ટોલ પ્લાઝા પર જઈ ટોલ વસુલવામાં આવે છે કે નહીં એની ખાતરી કરવામાં આવી છે અને સ્થાનિકોને ટોલ ટેક્સમાં રાહત મળવાની શરૂઆત થતાં આંદોલન સમેટી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
બાબતે કામરેજ ટોલ નાકાના મેનેજર કિરણ ટાંકે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરતના જે પણ વાહનો કેશ લાઇનમાંથી પસાર થશે તેમને આપવો પડશે નહીં પરંતુ ટોલ નાકા પર ફાસ્ટેગના સેન્સરો લગાવવામાં આવ્યા છે અને સેન્સરના કારણે સુરતના વાહન ચાલકોએ~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~ ટોલ નાકા પરથી પસાર થતાં સમયે ફરજિયાત પોતાની ફાસ્ટેગ એપ્લિકેશન બંધ રાખવી પડશે કારણ કે, વાહન ચાલકો કેશ લાઈનમાંથી પસાર થશે ત્યારે એપ્લીકેશન ચાલુ હશે તો વાહન ચાલકના ખાતામાંથી ટેક્સની રકમ કપાઈ જશે. સોર્સ