Annual Exam Date Change



ધો. ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાની તારીખમાં ફેરફાર
 
શિક્ષણ વિભાગના તારીખ ૦૪-૦૨-૨૦૨૦ના ઠરાવમાં દર્શાવ્યા મુજબ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે નવું શૈક્ષણિક વર્ષ ૨૦ એપ્રિલ, ૨૦૨૦થી શરૂ થશે અને ઉનાળુ વેકેશન ૦૪ મે, ૨૦૨૦ થી ૦૭ જુન, ૨૦૨૦ સુધી યથાવત રાખવાનું રહેશે તેમ જણાવેલ છે.
ઉક્ત વિગતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટેના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર મુજબ ધોરણ ૯ અને ધોરણ ૧૧ની શાળાકીય વાર્ષિક પરીક્ષા તા: ૦૭-૦૪-૨૦૨૦ થી તા: ૧૮-૦૪-૨૦૨૦ દરમિયાન રાખવામાં આવશે તેમ જણાવેલ છે.~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~શિક્ષણ વિભાગના ઉક્ત ઠરાવ અન્વયે તેમજ વિવિધ શૈક્ષણિક સંગઠનોની મળેલ રજુઆતો અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ની ધોરણ ૯ અને ધોરણ ૧૧ની શાળાકીય વાર્ષિક પરીક્ષા તા: ૦૧-૦૪-૨૦૨૦ થી તા: ૧૧-૦૪-૨૦૨૦ દરમિયાન લેવાની રહેશે. તેમજ ઉક્ત ધોરણોના વાર્ષિક પરીક્ષાના પરિણામ તેમજ તેને સંલગ્ન તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરીને વર્ષ ૨૦૨૦-૨૧નું નવું શૈક્ષણિક સત્ર તારીખ ૨૦-૦૪-૨૦૨૦થી શરૂ કરવાનું રહેશે.
પરિપત્ર તા: ૧૫-૦૩-૨૦૨૦
પરિપત્ર કરનાર : સંયુક્ત નિયામક શ્રી બી. એન. રાજગોર સાહેબ
કાર્યાલય: ગુજ. માધ્ય. અને ઉ. મા. શિ. બોર્ડ, ગાંધીનગર
ઓફિસીઅલ પરિપત્ર માટે ફોટોલીંક પર ક્લિક કરો
=========================