GujCET Hall Ticket 2020



ગુજકેટ ૨૦૨૦ હોલટીકીટ 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તા: 31-3-2020, મંગળવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-2020 પરીક્ષાનો એડમિશન કાર્ડ ફક્ત ઓનલાઈન મુકવામાં આવશે જેની ગુજકેટ 2020ના તમામ ઉમેદવારોએ, વાલીઓએ તથા રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે.
ગુજકેટ-૨૦૨૦ પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ બોર્ડની વેબસાઇટ પરથી તા: 16-3-2020ને સોમવાર સાંજે કલાકથી ડાઉનલોડ કરવાનું રહેશે. જેમાં ઉમેદવારોએ GujCET 2020 માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેઇલ આઈડી અને જન્મતારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ અથવા હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ સર્ચ કરી અને જન્મતારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે.
ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમનો ઇન્ડેક્સ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લોગીન કરીને પોતાની શાળાના ગુજકેટ 2020 માટેના ઉમેદવારોના એડમિશન કાર્ડ ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે.
ગુજરાત ગુજકેટ 2020 માટેના એડમિશન કાર્ડ ફક્ત ઓનલાઇન માધ્યમથી મળી રહેશે. જે પરીક્ષામાં પ્રવેશ માટે માન્ય રહેશે. હોલ ટિકિટ પર શાળાના આચાર્યશ્રીનો સહી સિક્કો કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો.
વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન એડમિશન કાર્ડ સાથે કોઈપણ એક ફોટો આઈડી પ્રુફ (આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ધોરણ12ની મુખ્ય પરીક્ષાની હોલટીકીટ) સાથે લઈ જવાનું રહેશે જેની ખાસ નોંધ લેવી.
====================
ઓફિસીઅલ પરિપત્ર માટે ફોટોલીંક પર ક્લિક કરો
====================
હોલટીકીટ માટે નીચેની ફોટોલીંક પર ક્લિક કરો