ગુજકેટ-૨૦૨૦ વિલંબિત (પોસ્ટપોન)
ગુજરાત માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૩૧ માર્ચના રોજ લેવામાં આવનારી ગુજકેટ
મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા 15 એપ્રિલ પછી
લેવાનું આયોજન કરાયું છે. કોરોના વાઈરસના ભયના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું
જાણવા મળે છે.
રાજ્યમાં 29 માર્ચ સુધી સ્કૂલો બંધ રાખવાની જાહેરાત બાદ ગુજકેટને લઈને
વિધાર્થીઓમાં મૂંઝવણ હતી. જોકે, સરકાર દ્વારા સત્તાવાર રીતે આ પરીક્ષા 31 માર્ચના રોજ મોકૂફ રાખવાનું નક્કી કરાયું છે. બોર્ડે ડિગ્રી
ઇજનેરી, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ૩૧
માર્ચના રોજ ગુજકેટ લેવાની જાહેરાત કરી હતી. પરીક્ષાને લઇને ઓનલાઈન ફોર્મ ભરવાની
કાર્યવાહી પણ શરૂ કરાઈ હતી અને તેમાં સમગ્ર રાજ્યના ૧.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ
ગુજકેટ માટે નોંધાયા હતા. વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા
બાદ હોલ ટિકિટ તૈયાર કરવાની કાર્યવાહી થઈ હતી અને હોલ ટિકિટ તૈયાર થયા બાદ
તાજેતરમાં બોર્ડની વેબસાઇટ પર હોલ ટિકિટ પણ ઓનલાઇન મુકી દેવામાં આવી હતી. આમ
ગુજકેટને લઈને પુરતી તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસના ભયના પગલે
સ્કૂલોમાં 29 માર્ચ સુધી રજા જાહેર કરાયા બાદ ગુજકેટને
લઈને પણ અસમંજસની સ્થિતિ હતી. જેમાં સરકાર દ્વારા ૩૧ માર્ચના રોજ લેવાનારી
ગુજકેટની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. જેથી હવે આ પરીક્ષા 15 એપ્રિલ પછી યોજવાનું નક્કી કરાયું છે. આ અંગે પરીક્ષાની નવી
તારીખ જાહેર ટૂંક સમયમાં કરવામાં આવશે.
====================
બોર્ડનો ઓફિસીઅલ
પરિપત્ર માટે ફોટોલિંક પર ક્લિક કરો