12 Sci Rechecking



૧૨ વિજ્ઞાન પ્રવાહ ગુણ ચકાસણી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ ૨૦૨૦માં યોજાયેલ પરીક્ષાનું પરિણામ તા: ૧૭-૦૫-૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવેલ. પરિણામ બાદ ગુણ ચકાસણી/અવલોકન તથા OMR SHEET ની નકલ મેળવવા માટેની અરજી નિયત ફી સાથે બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન કરી શકાશે. ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહી.

વધુમાં COVID-19 ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા ઉત્તરવહી અવલોકન માટે ગાંધીનગરને બદલે અરજીઓની સંખ્યાને ધ્યાને લઇ રાજ્યમાં વિવિધ ઝોન પાડીને ઝોન વાર જે-તે સમયની પરિસ્થિતિને ધ્યાને લઇ જરૂરિયાત મુજબ વિકેન્દ્રીકરણ કરીને ઉત્તરવહી અવલોકન માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

ગુણ ચકાસણી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા:

તા: ૨૫-૦૫-૨૦૨૦ બપોરે ૧૨:૦૦ થી તા: ૦૮-૦૬-૨૦૨૦ સાંજે ૫:૦૦

ગુણ ચકાસણીનું ફોર્મ કઈ રીતે ભરવું તેનો પ્રેક્ટીકલ વિડીઓ:

    વિડીઓ જુઓ

[આખો વિડીઓ શાંતિથી જુઓ અને સમજી લો પછી જ ફોર્મ ભરવું]

ગુણ ચકાસણી માટે ઓનલાઈન ફોર્મ માટે : 

શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત આન્સર કી :
[આ આન્સર કી અચૂક જોઈ જવી]