આવો પાસવર્ડ હશે તો હેકર્સ પણ કઈ નહી બગાડી શકે
Google આપી ટીપ્સ
હાલમાં ઓનલાઈન હેકિંગના મામલા વધતા જઈ રહ્યા છે. એવામાં જરૂરી છે કે તમારો પાસવર્ડ એવો હોય જે સરળતાથી પકડમાં ન આવી શકે. મોટાભાગે લોકો અક્ષરો કે નંબરોના પાસવર્ડ બનાવે છે જે સરળતાથી યાદ રહી જાય. જેવી કે પોતાની બર્થ ડેટ. દર વર્ષે મેના પહેલા ગુરૂવારે વર્લ્ડ પાસવર્ડ ડેના ઉજવવામાં આવે છે. આ અવસર પર સર્ચ એન્જીન Googleએ 5 ટિપ્સ આપી છે જે ઈન્ટરનેટ યુઝર્સને પાસવર્ડ રાખતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.
Password લાંબો
હોવો જોઈએ
ગુગલે જણાવ્યા અનુસાર પાસવર્ડમાં ઓછામાં ઓછા 8 કેરેક્ટર હોવા જોઈએ. પાસવર્ડને મજબૂત બનાવવા માટે તેમાં મોટા અને નાન અક્ષર, નંબર અને સિમ્બોલ્સનો ઉપયોગ થયો જોઈએ.
અલગ
અલગ હોય
Password
ગુગલે સલાહ આપી છે કે યુઝર્સને પોતાના દરેક મહત્વપૂર્ણ એકાઉન્ટ દ્વારા અલગ અલગ પાસવર્ડ્સનો ઉપયોગ કરવો જોઈએ. તમારે એક જ પાસવર્ડને દરેક એકાઉન્ટ માટે ઉપયોગ ન કરવો જોઈએ.
Password ક્રિએટિવ
હોવો જોઈએ
ઘણા યુઝર્સ ખૂબ સરળ વસ્તુઓને પોતાનો પાસવર્ડ બનાવી લે છે જેમ કે તેમનું નિકનેમ, સ્કૂલનું નામ, ફેવરેટ સ્પોર્ટ્સ ટીમ અને password શબ્દ. પાસવર્ડ એવો હોવો જોઈએ જેનો અંદાજો સરળતાથી આવી શકે.
Passwordમાં
ન રાખવી
પર્સનલ જાણકારી
ગુગલે જણાવ્યું કે ઘણા યુઝર્સને પર્સનલ જાણકારી જેવી કે નામ, સરનામું, ફોન નંબર, ઈ મેલ વગેરેને પાસવર્ડમાં સામેલ ન કરવો જોઈએ.
બદલતા
રહો Password
આપણે આપણો પાસવર્ડ સમય સમય પર બદલતા રહેવું જોઈએ. કોઈ કારણોસર અન્ય વ્યક્તિ દ્વારા જો પોતાના પાસવર્ડ શેર કરવામાં આવે તો તરત બદલી દેવોજ ફાયદાકારક રહે છે.