Academic Calendar 2020-21



શૈક્ષણિક કેલેન્ડર ૨૦૨૦-૨૧

હાલમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે શિક્ષણ વિભાગ હેઠળની સર્વે સરકારી યુનિવર્સિટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે નીચે મુજબનું કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવામાં આવે છે.

જે મુજબ પ્રથમ સત્ર તારીખ ૦૧-૧૨-૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનું પ્રથમ સત્ર તારીખ ૧૫-૦૨-૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. તેમજ જી.ટી.યુ. અને અન્ય યુનિવર્સિટીઓના પ્રોફેશનલ કોર્સિસમાં પ્રથમ સત્ર તારીખ ૩૦-૦૩-૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવું.

દિવાળી વેકેશન તારીખ ૦૬-૧૧-૨૦૨૦ થી તારીખ ૧૮-૧૧-૨૦૨૦ સુધી રાખવા માટે ભલામણ કરવામાં આવે છે.

અલગ અલગ વિભાગ અને અલગ-અલગ કોલેજનું આંતરિક મૂલ્યાંકન અથવા સતત મૂલ્યાંકન એટલે કે વિકલી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક વગેરે લેવાનું રહેશે. અંડર ગ્રેજ્યુએટ સેમેસ્ટર ૪ અને ૬ તથા પોસ્ટ ગ્રેજ્યુએટનું સેમેસ્ટર ચાર એટલે કે દ્વીતીય સત્ર ૧૫-૦૫-૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવું.

નવું શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ નું જે તારીખ ૦૧-૦૭-૨૦૨૦ સુધીમાં શરૂ કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ માટે આંતરિક મૂલ્યાંકન ફરજિયાત છે પણ આંતરિક પરીક્ષા લેવાની રહેશે નહીં. સેમેસ્ટર પદ્ધતિના માળખામાં~આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવાય છે~આંતરિક અને યુનિવર્સિટી પરીક્ષાઓના ગુણ નું પ્રમાણ ૩૦:૭૦ રાખવામાં આવેલ છે. જે યુનિવર્સિટી પરીક્ષા લઈ લીધેલ છે તેઓએ તે મુજબ મૂલ્યાંકન કરવાનું રહેશે. યુનિવર્સિટી પરીક્ષા ઓનલાઈન/ઓફલાઈન/બ્લેન્ડેડ માધ્યમથી લેવાશે વિદ્યાર્થીઓ અને વિભાગો એ પણ covid 19 ની ગાઈડલાઈન નું પાલન કરવાનું રહેશે.

પ્રાયોગિક કાર્ય તારીખ ૧૫-૧૦-૨૦૨૦ પછી પંદર વીસ વિદ્યાર્થીઓની બેચમાં શરૂ કરી શકાય.

ઓફિસીઅલ પરિપત્ર માટે ફોટો લિંક પર ક્લિક કરો

આ વિડીઓ અવશ્ય જુઓ