Jan Andolan



જન અંદોલન અભિયાન

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના માનનીય સચિવશ્રીના તા: ૦૭-૧૦-૨૦૨૦ના પત્રમાં જણાવ્યા મુજબ માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા કોરોના મહામારી અંગે લોક જાગૃતિ માટે “જન અંદોલન અભિયાન” સ્વરૂપે ઉજવણી કરવા જણાવવામાં આવેલ છે. પત્રમાં જણાવ્યા મુજબની સૂચનાઓ તેમજ તેની બહોળી પ્રસિદ્ધિ કરવાની રહેશે.

::પ્રતિજ્ઞા::

હું ------------------------ સંકલ્પ લઉં છું કે હું કોવીડ ૧૯ માટે જાગૃત રહીશ તથા હું અને મારા મિત્રોને આ જોખમથી સજાગ રાખીશ.

હું આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે પુરતી સાવધાની રાખવાનું વચન આપું છું.

હું કોવીડ સાથે જોડાયેલ વર્તણુંક માટે પાલન કરીશ તથા બીજાને પણ પ્રોત્સાહિત કરવા વચન આપું છું.

હું હંમેશા માસ્ક પહેરીશ, તેમજ સાર્વજનિક જગ્યાઓ પર ફરજીયાત માસ્ક પહેરીશ.

હું હંમેશા બીજાં વ્યક્તિઓ સાથે મળતા  સમયે ૬ ફૂટનું અંતર રાખીશ.

આપણે સૌ સાથે મળીને કોવીડ ૧૯ સામેની આ લડાઈ જીતીશું.