ફ્રી શીપ કાર્ડ યોજના
સેલ્ફ
ફાઈનાન્સ કોલેજોમાં અભ્યાસ કરતાં અનુસચિત જાતિ/જનજાતિના
વીદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફીમાંથી મુક્તિ આપવા બાબતનો ઠરાવ કરવામાં
આવેલ, જેમાં અનુ. જનજાતિની વિદ્યાર્થીનીઓ માટે આવકમર્યાદા લાગુ પડશે નહી તેવી
જોગવાઈ કરવામાં આવેલ. અનુસૂચિત જનજાતિના વીદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપમાં
ફ્રી શીપ કાર્ડ આપવા અંગેનો ઠરાવ કરવામાં આવેલ. જેમાં રૂ. ૨.૫૦ લાખ સુધીની
આવક્માંર્યદાનું ધોરણ નિયત કરવામાં આવેલ.
લાભ કોને મળી શકે ?
l અનુસૂચિત જાતિ/જનજાતિના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ
l વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રૂ. ૨.૫૦ લાખની આવક મર્યાદા લાગુ
પડશે.
l વિદ્યાર્થીનીઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી.
લાભ શુ મળે ?
l કોઇપણ સ્વનિર્ભર સંસ્થાઓમાં શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી
પ્રવેશ મળશે.
અરજી ફોર્મ ક્યાથી મેળવું?
l જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી,
l નીચે ફોર્મની લિંક આપેલ જ છે.
અરજી ક્યાં કરવી ?
l ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો.
અરજી
સાથે રજૂ કરવાના પુરાવાઓ:
૧)
રેશનકાર્ડ/ચૂંટણી ઓળખપત્ર/આધાર કાર્ડની પ્રમાણિત નકલ
૨) બેંક
ખાતાનંબર માટે પસ્બુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ
૩) સ્કૂલ
લિવિંગ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ
૪)
જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
૫) એસ.એસ.સી. પાસ
થયાની તથા પછીના શૈક્ષણિક વર્ષની માર્કશીટની પ્રમાણિત નકલ
૬) ગત વર્ષની
વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
૭) વિદ્યાર્થીના
માતા/પિતા નોકરી કરતાં હોય તો કચેરી/સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની
પ્રમાણિત નકલ
૮) એસ.એસ.સી. અને
તે પછીના અભાસ્ક્રમોમાં તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃત્તિ કરેલ છે
તે અંગેનો તથા તુતનો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમ્યાન કોઈ પણ પ્રકારના
અભ્યાસક્રમમાં શિષ્યવૃત્તિ મેળવેલ નથી કે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તે અંગેનું
એકરાર નામું રજૂ કરવાનું રહેશે.