SOP For Schools
શાળાઓ ફરી શરુ કરવા અંગે એસ.ઓ.પી.
સમગ્ર દેશમાં Covid-19ની
અસરો ધ્યાને લેતા
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ
ઓથોરિટીના નિર્દેશો મુજબ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના
હુકમથી કન્ટેન્મેન્ટ ઝોનમાં
તારીખ ૩૧-૧૦-૨૦૨૦ સુધી લોકડાઉનની અવધી લંબાવવામાં
આવી છે. તથા
કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના
વિસ્તારોમાં માર્ગદર્શક સૂચનાઓ
અનુસાર પ્રવૃત્તિઓ ચાલુ
રાખવા હુકમ કરવામાં
આવેલ છે. જે
અન્વયે ગૃહ વિભાગના
જાહેરનામાથી વિગતવાર સુચનાઓ
બહાર પાડવામાં આવેલ
છે.
ઉપરાંત ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ એજયુકેશન દ્વારા શાળાઓ માટે વિશિષ્ટ Standard Operating Procedure (SOP) / ગાઈડલાઈન પ્રકાશિત કરવામાં આવી છે.
આ એસ.ઓ.પી. માં ૨ મહત્વના મુદ્દાઓ જણાવવામાં આવ્યા છે:
૦૧) યોગ્ય અંતરના નિયમ સાથે શિક્ષણ
૦૨) સ્વાસ્થ્ય અને સુરક્ષાના પાસાઓ ઉપર વિશેષ ધ્યાન
આ બે મુદ્દાઓ અંતર્ગત અન્ય મુદ્દાઓ સવિસ્તાર આપવામાં આવ્યા છે.
આ SOP અનલોક ૫.૦ માંથી લેવામાં આવી છે.
માટે અન્ય સુચનો માટે અનલોક ૫.૦ ની વિસ્તૃત ગાઈડલાઈન જોવી આવશ્યક છે.