Sharad Purnima



શરદ પૂર્ણિમા પર ખીર/દૂધ પૌવાનું મહત્વ

શરદ પૂર્ણિમા પર ખીર ખાવી કે પછી દૂધ અથવા દૂધ પૌવા ખાવાનું ચલણ છે. આ દિવસે ખીર કેમ ખાવામાં આવે છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે.

અમૃતની કિરણો :

એવું કહેવામાં આવે છે કે આ દિવસે અમૃતમય કિરણો આકાશમાંથી આવે છે. આ કિરણોમાં ઘણા રોગોનો નાશ કરવાની ક્ષમતા હોય છે. આવી સ્થિતિમાં જ્યાં આ કિરણોથી બાહ્ય શરીરને ફાયદો થાય છે ત્યાં શરીરના આંતરીક ભાગોને પણ લાભ મળે છે. જેથી ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે અને પછી જ ખાવામાં આવે છે. આ જ કારણ છે શરદપૂર્ણિમાની રાત્રે લોકો ઘરોની છત પર ખીર રાખે છે.

દૂધ અમૃત જેવું બને છે:

એવું પણ કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન ચંદ્રને લગતી દરેક વસ્તુ જાગૃત થઈ જાય છે. ચંદ્ર સાથેના જોડાણના કારણે દૂધ પણ અમૃત બને છે. જેથી ખીર ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવે છે.

શિયાળાની શરૂઆત:

શરદપૂર્ણિમાથી ઋતુનો ફેરફાર શરૂ થાય છે. આ દિવસથી વાતાવરણમાં ઠંડક વધવા લાગે છે.~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~શિયાળો આવે છે. શરદ પૂર્ણિમાની રાતે ખીરનું સેવન એ વાતનું પ્રતીક છે કે હવે ઠંડા પદાર્થો ત્યાગીને વસ્તુઓનું સેવન કરવું જોઇએ. આ વસ્તુઓ ઠંડીમાં શક્તિ પ્રદાન કરે છે

સુકામેવા જેવા પૌષ્ટિક પદાર્થોનો વપરાશ:

દૂધ, ચોખા, સૂકામેવા વગેરે ખીરમાં પૌષ્ટિક વસ્તુઓ રાખવામાં આવે છે. જે શરીર માટે ફાયદાકારક છે. આ વસ્તુઓના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. સારું સ્વાસ્થ્ય મળે છે. ~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~આવી પૌષ્ટિક પદાર્થોથી ભરપૂર ખીર જયારે ખાવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા બમણી થાય છે.

ખીરના પ્રસાદનું વિતરણ:

એવું પણ માનવામાં આવે છે કે પૂર્ણ ચંદ્રના દિવસે દૂધ અથવા ખીરના પ્રસાદનું વિતરણ કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે. લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી જ કેટલીક જગ્યાએ જાહેરમાં ખીર પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે.