યુનિટ ટેસ્ટ ૪ ઓક્ટોબર ૨૦૨૦
Covid-19 સમય દરમિયાન હોમલર્નિંગની સાથે મૂલ્યાંકન
હેતુસર જુલાઈ, ઓગસ્ટ અને
સપ્ટેમ્બર માસમાં શાળાઓમાં
ધોરણ ૩ થી ૧૨ના વિદ્યાર્થીઓ
માટે સામાયિક મૂલ્યાંકન
કસોટી યોજાઇ ગયેલ.
ઓક્ટોબર માસમાં
લેવાનાર કસોટી અંગે
નીચેની બાબતોને ધ્યાનમાં
લેવા વિનંતી છે.
ધોરણ ૩ અને ૪ માં
પર્યાવરણની કસોટી યોજાશે.
ધોરણ ૫માં પર્યાવરણ
અને ગણિતની કસોટી
લેવાશે.
જ્યારે ધો
૬ થી ૮માં
ગણિત, વિજ્ઞાન અને
સામાજિક વિજ્ઞાન વિષયની
કસોટીઓ લેવામાં આવશે.
ઉપરોક્ત સામયિક
મૂલ્યાંકન કસોટી તારીખ
27 થી 29 ઓક્ટોબર દરમિયાન
યોજવામાં આવનાર છે. તારીખ ૨૬-૧૦-૨૦૨૦ સુધીમાં વિદ્યાર્થીઓ
સુધી હાર્ડ કોપી
અથવા સોફ્ટકોપીરૂપે કસોટીઓ પહોચતી
કરવાની છે.
સદર કસોટીઓ
વાલીને વિદ્યાર્થીની અનુકૂળતાએ
વિદ્યાર્થી વાલી ની
દેખરેખ હેઠળ ઘરેથી
લખે તે અપેક્ષિત
છે. તેનો આશય
વિદ્યાર્થીની પ્રગતિ જાણવાનો
હોય વિદ્યાર્થીઓ કસોટી
ભયમુક્ત અને તણાવમુક્ત
વાતાવરણમાં આપે તે
ઇચ્છનીય છે.
કસોટી ની ઉત્તરવહી તારીખ ૦૫-૧૧-૨૦૨૦ સુધીમાં વાલી મારફત શાળા સુધીમાં પહોંચાડવામાં આવે તે ઇચ્છનીય છે. લર્નિંગ આઉટકમ ને ધ્યાનમાં લઇ કસોટી તૈયાર કરવામાં આવશે. કસોટી અભ્યાસક્રમ ની નકલ આ સાથે સામેલ છે
=========================
માધ્યમિક વિભાગની માહિતી