12Sci Practical Date૧૨ Sci પ્રાયોગિક પરીક્ષા

રાજ્યમાં આગામી બોર્ડની પરીક્ષા પહેલા લેવાનારી ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સમાં ત્રણ વિષયના પ્રાયોગિક પરીક્ષા ૩૦ માર્ચથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષા જિલ્લાના નિયત પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. આમ દર વર્ષે ફેબ્રુઆરી માસમાં લેવામાં આવતી પ્રાયોગિક પરીક્ષા વખતે કોરોનાના લીધે દોઢ માસ પછી એટલે કે માર્ચના અંતમાં લેવામાં આવશે. ૨૦૧૯થી ધોરણ ૧૨ સાયન્સની પ્રાયોગિક પરીક્ષા લેવાની જવાબદારી બોર્ડની પાસે છે. અગાઉ શાળાઓ દ્વારા પરીક્ષા લેવામાં આવતી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવી છે. આમ બોર્ડ દ્વારા આગામી પરીક્ષાને લઇને સત્તાવાર જાહેરાત કરાઈ હોવાનું સામે આવ્યુ છે. વખતે પણ બોર્ડ દ્વારા સાયન્સની વિષયની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષા ૩૦ માર્ચ, ૨૦૨૦ના રોજ જિલ્લાના નિયત થયેલા વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવશે. સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષાનું મહત્વ હોય બોર્ડ દ્વારા, બોર્ડના નિરીક્ષકોની દેખરેખમાં પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે.