Delete WA Data



વોટ્સએપના સર્વરમાંથી ડેટા ડીલીટ કરવાની પ્રક્રિયા

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whatsapp પોતાની પ્રાઇવેસી પોલીસીમાં હાલમાં જ ફેરફાર કર્યો છે. આ નવી પોલીસી હેઠળ યૂઝર્સનો ડેટા Facebook સહિત થર્ડપાર્ટી એપની સાથે શેર કરવામાં આવશે. આ નવી પોલીસી માટે યુઝર્સની એપમાં In-App નોટિફિકેશન મોકલવામાં આવી છે. જેને યુઝર્સે Accept અથવા Deny કરવાનું છે. જો યુઝર્સ આ પોલીસીને 8 ફેબ્રુઆરી સુધી મંજૂરી નથી આપતો, તો તેમનું એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવશે. જે ડેટા યુઝર્સના શેર કરવામાં આવશે તેમાં લોકેશનની જાણકારી, IP એડ્રેસ, ટાઇમઝોન, ફોન મોડેલ, ઓપરેટિંગ સિસ્ટમ, બેટરી લેવલ, સિગ્નલ સ્ટ્રેન્થ, બ્રાઉઝર, મોબાઇલ નેટવર્ક, ભાષા, IMEI નંબર સામેલ છે.

યુઝર કેટલા મેસેજ કે કોલ કરી રહ્યા છે, તેનું પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન, સ્ટેટસ, ગૃપ કાઉન્ટ પણ આ લિસ્ટમાં સામેલ છે. આવી સ્થિતિમાં ઘણા યુઝર્સ Whatsapp ની પ્રાઇવસી પોલિસીથી નારાજ દેખાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Whatsapp એ આ પગલું ભર્યું કારણ કે તે ફેસબુક સાથેની ભાગીદારી આગળ વધારવા માંગે છે અને તેના માટે ફાયદાકારક સાબિત થશે. જોકે આ તેમની ગોપનીયતા વિશે યુઝર્સમાં ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

વોટ્સએપના સર્વર પરથી ડેટા ડીલીટ કરવાની પદ્ધતિ

ખાસ નોંધ: આખી પ્રક્રિયા પહેલાં વાંચી ને સમજી લો...

આ માટે પહેલાં તમારે તમારા ફોનમાં Whatsapp એપ્લિકેશન ખોલવી પડશે. જો તમારી પાસે એન્ડ્રોઇડ ફોન છે તો પછી ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુ હશે તેના પર ટેપ/ટચ કરો.

પછી તમને કેટલાક વિકલ્પો મળશે આમાંથી તમારે Account ઓપ્શન પર ક્લિક કરવું પડશે.

આ પછી તમારે Delete My Acccount ઓપ્શન પર ટેપ/ટચ કરવું પડશે.

પછી તમારી પાસે એક નવું પેજ ખુલશે. તેમાં તમારે ફરીથી Delete My Acccount કરવું પડશે.

પછી તમારે ડીલીટ બટન દબાવતા પહેલાં તેનું કારણ જણાવવું પડશે.

પછી ફરી એકવાર Delete My Acccount પર ટેપ/ટચ કરવું પડશે.