વોટ્સએપ પોલીસીમાં યુ-ટર્ન
પોતાના પોલિસી-વિવાદ સામે લડી રહેલું વ્હોટ્સએપ અત્યારે બેકફૂટ પર છે. કંપનીની નવી પોલિસી હવે 15 મેથી અમલમાં આવશે. અગાઉ એનો અમલ 8 ફેબ્રુઆરીથી થવાનો હતો, એટલે કે કંપનીએ પોલિસી પાછી લીધી નથી, ફક્ત એની તારીખ લંબાવી દીધી છે.
કંપનીએ તેના બ્લોગ પર લખ્યું છે કે અમને ઘણા લોકો પાસેથી ફીડબેક મળ્યો છે કે અમારી પ્રાઇવસી પોલિસી અપડેટ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં અમે એને સમજવા માટે યુઝર્સને ટાઇમ આપી રહ્યા છીએ. પોલિસીની તારીખ લંબાવવાથી તમારા અકાઉન્ટ પર શું અસર પડશે? એ પ્રશ્નો અને જવાબો દ્વારા સમજો...
1. વ્હોટ્સએપનો નવો નિર્ણય શું છે?
કંપનીએ એના બ્લોગ પર લખ્યું, અમે એ બાબતનું ધ્યાન રાખવા માગીએ છીએ કે તમને આ શરતો વાંચવા અને સ્વીકારવા માટે સંપૂર્ણ સમય મળે, એથી અમે તારીખ લંબાવી દીધી છે. આનો અર્થ એ છે કે 8 ફેબ્રુઆરીએ કોઈપણ અકાઉન્ટ સસ્પેન્ડ અથવા ડિલિટ કરવામાં નહીં આવે. વ્હોટ્સએપની પ્રાઇવસી અને સુરક્ષા વિશે ફેલાયેલી ખોટી માહિતીને દૂર કરવા માટે અમે એને દૂર કરવા માટે અનેક પગલાં લઈશું. ત્યાર બાદ અમે લોકોને પોલિસી રિન્યૂ કરવા કહીશું અને આ માટે તેમને સંપૂર્ણ સમય આપવામાં આવશે. 15મેથી બિઝનેસ ઓપ્શન્સ ઉપલબ્ધ થશે.
2. પોલિસી તારીખ લંબાવાથી યુઝર્સને શું ફાયદો થશે?
ઘણા યુઝર્સ કંપનીની નવી પોલિસી સાથે અગ્રી નહોતા. આવી સ્થિતિમાં 8 ફેબ્રુઆરીએ તેમનું અકાઉન્ટ બંધ થઈ જવાનું જોખમ હતું, પરંતુ હવે એ ભય ટળી ગયો છે, એટલે કે પોલિસી અગ્રી કર્યા વગર પણ વ્હોટ્સએપ અકાઉન્ટ 14મે સુધી તો ચાલુ જ રહેશે. યુઝર્સે અત્યારે કંપની સાથે પોતાનો ડેટા શેર કરવાની પરમિશન આપવાની જરૂર રહેશે નહીં.
3. જે યુઝર્સ પોલિસી અગ્રી કરી ચૂક્યા તેમનું શું થશે?
આવા યુઝર્સ પર પણ નવી પોલિસી 15 મેથી લાગુ થશે. કંપની દ્વારા લંબાવવામાં આવેલી તારીખ તમામ યુઝર્સ પર લાગુ છે, એટલે કે જે લોકો પોલિસી અગ્રી કરી ચૂક્યા છે અને જે હવે અગ્રી કરશે. 15મે પહેલાં કંપની તમારા અકાઉન્ટનો ડેટા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સાથે શેર કરી શકશે નહીં તેમજ ડેટા બિઝનેસ યુઝર્સ સાથે પણ શેર કરવામાં નહીં આવે. યુઝરનો જે ડેટા શેર કરવામાં આવશે એમાં લોકેશન, IP અડ્રેસ, ટાઇમ ઝોન, ફોન મોડલ, ઓપરેટિંગ સિસ્ટમ, બેટરી લેવલ, સિગ્નલ સ્ટ્રેન્થ, બ્રાઉઝર, મોબાઈલ નેટવર્ક, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, લેન્ગ્વેજ, ટાઇમ ઝોન અને ફોનનો IMEI નંબર વગેરે સામેલ છે.
4. વ્હોટ્સએપ અનઇન્સ્ટોલ કરી ઇન્સ્ટોલ કરવામાં આવે, તો પોલિસી ફરીથી અગ્રી કરવી પડશે?
ના, જો તમે પોલિસી અગ્રી કરી લીધી છે તો એનું નોટિફિકેશન હવે તમને નહિ મળે. આનો અર્થ એ છે કે તમે કંપનીને ડેટા શેર કરવાનો રાઈટ આપ્યો છે. જો તમે વ્હોટ્સએપ કોઈ બીજા નંબર
પર ઇન્સ્ટોલ કરી રહ્યા છો તો પોલિસી અગ્રી કરવી પડશે.
5. જો વ્હોટ્સએપ અનઇન્સ્ટોલ કરીએ તો શું બધો ડેટા કંપની પાસે નહિ રહે?
જ્યારે પહેલીવાર વ્હોટ્સએપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે તો તેને અમુક પરમિશન આપવી પડે છે, એટલે કે ફોટો, વિડિયો, કેમેરા, કોન્ટેક્ટ, માઈક્રોફોન, લોકેશન જેવા ફીચર્સ ત્યારે જ કામ
કરશે જ્યારે એને પરમિશન આપવામાં આવે. આ પરમિશન આપતાંની સાથે તમારા નંબર સાથે જોડાયેલો ડેટા કંપનીના સર્વરમાં સેવ થઈ જાય છે. એપ અનઇન્સ્ટોલ કર્યા હોવા છતાં તમારો
ડેટા કંપની પાસે રહેશે.
6. વ્હોટ્સએપ સર્વરમાંથી ડેટા ડિલિટ કરવાની રીત શું છે? જાણવા માટે ફોટો લિંક પર ક્લિક કરો