Board Exam School Teacher Registration



બોર્ડ પરીક્ષા શાળા અને શિક્ષક રજીસ્ટ્રેશન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સાથે સંકળાયેલ તમામ શાળાઓને જણાવવામાં આવે છે કે વર્ષ ૨૦૨૧ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદન પત્ર ભરવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થનાર છે. તે સંદર્ભે પરીક્ષાના આવેદનપત્રો ભરતા પહેલા શાળા રજીસ્ટ્રેશન અને પરીક્ષણ કાર્ય માટે ટીચર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજીયાત છે.

સ્કૂલ રજીસ્ટ્રેશન અને ટીચર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા નીચેની વેબસાઇટ પર ઓનલાઇન નીચે દર્શાવેલી તારીખથી શરૂ કરવામાં આવશે. ચાલુ વર્ષે નોંધાયેલ તમામ નવી શાળાઓએ નવેસરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. હાલ ચાલુ શાળાઓએ માહિતી અપડેટ કરવાની રહેશે.

ચાલુ વર્ષના તમામ ધોરણના ચાલુ વર્ગોની તમામ માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા અચૂક ભરવાની રહેશે તથા શાળાનું નામ અને સરનામાની ખરાઇ કરવાની રહેશે. જો તેમાં કોઈ સુધારો હોય તો સુધારાના ઓર્ડર સાથે બોર્ડની શાળા નિયંત્રણ શાખાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. ચાલુ વર્ષે જે શાળાઓને નવા ઇન્ડેક્ષ નંબર ફાળવવામાં આવ્યા છે તે શાળાઓએ તેમની ક્રમિક વર્ગની અરજી જે ઇમેલ આઇડી ભરવામાં આવ્યું હતું તે -મેલ આઇડી પર પાસવર્ડ મોકલી આપવામાં આવશે.

:શાળા રજીસ્ટ્રેશન માટે:                        :શિક્ષક રજીસ્ટ્રેશન માટે:

તા: ૦૭-૦૧-૨૦૨૧થી                            ૧૧-૦૧-૨૦૨૧થી

::ઓફિસીઅલ પરિપત્ર જુઓ::