School Reopen in June?



શાળાઓ ક્યારે ખુલશે?

વેકેશન પૂરું થતાં શાળાઓ ખુલશે?

વેકેશન પૂર્ણ થવાને હવે એક જ અઠવાડિયું બાકી

સરકારી પ્રાથમિક શાળાઓ શરુ કરવા તડામાર તૈયારી

શિક્ષકોની હાજરી ૧૦૦% કરાય તેવી શક્યતા

શિક્ષકો સામે બાળકોને તૈયાર કરવાનો મોટો પડકાર

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી ૧૦ માટે બ્રીજકોર્ષની જાહેરાત બાદ હવે સરકરી પ્રાથમિક શાળાઓને શિક્ષકોની ૧૦૦% હાજરી સાથે ખોલવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે, હવે જયારે વેકેશન ખુલવાને ખૂબ જ ઓછા દિવસો બાકી રહ્યાં છે ત્યારે શિક્ષકોને શાળા ખુલતા જ કઈ કામગીરી આપવાની તે તૈયારી હાલમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. તે માટે અન્ય મટીરીઅલ પણ શાળા કક્ષાએ આપવામાં આવે તેવી શક્યતાઓ પણ હાલમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

બીજી બાજુ બાળકોને હાલ શાળાએ બોલાવવામાં આવે તેવી શક્યતા નહીવત છે. જો કે રોજ બરોજ કોરોના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. જેને લઈ આવનાર જુલાઈ માસમાં શાળાઓમાં બાળકોને બોલવવા કે નહી તે અંગે નિર્ણય લેવાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બાળકો માટે બંધ હતી  તો વચ્ચે ધો. ૬ થી ૮ ના વર્ગો  શરુ કરવામાં આવ્યા હતા જો કે કેસ વધતાની સાથે આ વર્ગોને પણ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કેસ ઘટવાના શરુ થયા છે ત્યારે ઉપલા વર્ગોને વહેલી તકે શરુ કરવામાં આવે તે અંગે વિચારણા ચાલી રહી છે. હાલની સ્થિતિએ બાળકો અને વાલીઓની સ્થિતિ જમીની લેવલે ખૂબ દયનીય બની છે અને તેમને જે આવડતું હતું તે પણ ભૂલી ગયાં છે. જેમને પોતાના ધોરણમાં મુખ્ય પ્રવાહ/ધારા માં લાવવા માટે મહેનત કરવી પડશે.