Career Guidance 2021



કારકિર્દી માર્ગદર્શન મેગેઝીન ૨૦૨૧

વર્તમાન ડીજીટલ યુગમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે સાથે યોગ્ય માર્ગદર્શન મેળવવું એ ખૂબ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, કારકિર્દીની પસંદગીનો નિર્ણય ક્યારેય સાથીદારો અથવા સંબધીઓ દ્વારા પ્રભાવિત થઈને ન લેવો જોઈએ. કારકિર્દી ઘડતર માટે વિદ્યાર્થીઓ પાસે ટેકનોલોજીના સમયમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. ગુણવત્તા સભર શિક્ષણ, જાગરુકતા, તકનિકી અને વૈવિધ્યસભર ઉદ્યોગની અવશ્યક્તાઓની ઉપલબ્ધતા સાથે વ્યક્તિ હવે તેની વ્યક્તિગત રસ અને રુચીઓના આધારે ચોક્કસ કારકિર્દી પસંદ કરી શકે છે.

વિદ્યાર્થીઓને વ્યક્તિગત ધોરણે કારકિર્દી ઘડતર માટે શ્રેષ્ઠ માર્ગદર્શન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી મળતું થયું છે. વિદ્યાર્થીઓ પોતાની રુચિના આધારે કારકિર્દીનો માર્ગ નક્કી કરતા થયા છે. પોતાની ક્ષમતા, કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી જીવનમાં આગળ વધી સફળતા મેળવતા થયા છે.

માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવતો “ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – ૨૦૨૧” વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે નવી રાહ ચીન્ધનારું ઉપયોગી પુસ્તક છે. ધો-૧૦ અને ૧૨ તેમજ સ્નાતક બાદ કારકિર્દી ઘડતર માટે થતી વિદ્યાર્થીઓની મૂંઝવણને દૂર કરનારું આ પુસ્તક તેના ઉપયોગના કારણે જાગૃત વિદ્યાર્થીવર્ગમાં જાણીતું છે.

ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકની લિંક