યોગીની એકાદશી : સંપૂર્ણ
માહિતી
હાલ જેઠ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનાના વદ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવા જોઇએ. આ સિવાય તમારા આરાધ્યદેવની વિશેષ પૂજા કરવી જોઇએ.
એકાદશીએ ભગવાન વિષ્ણુ સાથે જ દેવી લક્ષ્મીનો અભિષેક કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરીને અભિષેક કરવો. બાલગોપાલનો પણ આ પ્રકારે અભિષેક કરો. શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને માખણ-મિશ્રીનો ભોગ ધરાવો.
શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઇએ. ભગવાનને બીલીપાન અને ધતૂરો પણ ચઢાવો. દીવો અને કપૂર પ્રગટાવીને આરતી કરો.
હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પૂજા બાદ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો.
આ તિથિએ સવારે તુલસીને જળ ચઢાવો અને સૂર્યાસ્ત સમયે તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો.