SSC Result 2021 Declared

SSC Result 2021

 

ધોરણ-10ના 8.57 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર,

સ્કૂલો પણ 12 કલાક બાદ રિઝલ્ટ જોઈ શકશે

વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે

કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે પરિણામ ફક્ત સ્કૂલો જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. gseb.org પર પરિણામ 8 વાગ્યાથી જોવા મળશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે.રાતે 8 વાગે પરિણામ જાહેર કરાતા સ્કૂલો પણ હવે કાલે સવારે 8 વાગે સ્કૂલો શરૂ થતાં પરિણામ જોઈ શકશે.

શિક્ષણ વિભાગ દ્વારા મોડી સાંજે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. પરિણામ માત્ર સ્કૂલો જોઈ શકશે.તમામ સ્કૂલ બોર્ડની વેબસાઇટ GSEB.ORG પર જઈને પરિણામ જોઈ શકશે. પરંતુ મોડી જાહેરાતને પગલે સ્કૂલો પણ મુઝવણમાં મુકાઈ છે. મોટા ભાગની સ્કૂલો અત્યારે 3-4 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય છે વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ અને સાંજે જાહેરાત કરાતા સ્કૂલો બંધ હોવાથી પરિણામ કેવી રીતે જોઈ શકશે? આવતીકાલે સવારે સ્કૂલો શરૂ થશે ત્યારે સ્કૂલો પરિણામ જોઈ શકશે. અત્યારે સ્કૂલ દ્વારા પણ પરિણામ માટે વેબસાઇટ પર તપાસ કરવામાં આવી ત્યારે વેબસાઇટ પર સર્વર એરર આવી રહી છે.

ગુજરાત બોર્ડની વેબસાઈટનું સર્વર ડાઉન

કેટલીક સ્કૂલ દ્વારા અત્યારે પરિણામ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.બોર્ડની વેબસાઇટ GSEB.ORG પર જઈને પરિણામ માટે તપાસ કરી ત્યારે સર્વર ડાઉન આવી રહ્યું છે અને વેબસાઇટ પણ ખુલતી નથી.અચાનક પરિણામની જાહેરાતના કારણે અનેક સ્કૂલો અને સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

સ્કૂલમાં ગયા બાદ પરિણામ જોઈ શકાશેઃ પ્રિન્સિપાલ

HBK સ્કૂલના પ્રિન્સિપાલ આર.એસ.સિંઘે જણાવ્યું હતું કે પરિણામ 8 વાગે જાહેર થયું છે ત્યારે હું અને સ્કૂલની તમામ સ્ટાફ અત્યારે ઘરે છીએ તો અચાનક પરિણામની જાહેરાત થઈ તો અમે કેવી રીતે અત્યારે પરિણામ જોઈ શકીશું. વિદ્યાર્થીઓની વિગત અને સ્કૂલની વિગત પણ સ્કૂલ ઓફિસમાં હોય છે જેથી સ્કૂલમાં ગયા બાદ પરિણામ જોઈ શકાશે.

નીમા સ્કૂલના આચાર્ય સહદેવસિંહે જણાવ્યું હતું કે અમને પરિણામ 8 વાગે જાહેર થવાની જાણ થોડા સમય અગાઉ થઈ હતીવ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ અચાનક જાહેરાત થઈ હોવાથી અમે કેવી રીતે પરિણામ જોઈ શકીએ. અત્યારે સ્કૂલ પણ બંધ છે જેથી આવતીકાલે સ્કૂલે જઈશું ત્યારે પરિણામ જોઈ શકીશું.

10,977 સ્કૂલોના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર

રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમનું પરિણામ પણ જાહેર કરી દીધું છે.

ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકની લિંક